રશિયા VS અમેરિકા : રશિયા અવકાશમાં પરમાણુ બોમ્બ તૈનાત કરી રહ્યું છે. આનાથી વિશ્વના ઘણા દેશોના લોકો માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. આનાથી અમેરિકા જેવા સુપર પાવર દેશ માટે પણ સુરક્ષાનો ખતરો વધી ગયો છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન કિર્બીએ કહ્યું કે, અમેરિકા રશિયાની ગતિવિધિઓ પર સતત નજીકથી નજર રાખી રહ્યું છે અને મોસ્કો દ્વારા નિર્મિત ન્યુક્લિયર એન્ટી સેટેલાઇટ સિસ્ટમના મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે.
રશિયાના આ પગલાના જોખમનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ : જોન કિર્બી
ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે જોન કિર્બીએ કહ્યું કે, રશિયા અંતરિક્ષમાં એન્ટિ-સેટેલાઇટ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, તેના જોખમનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. રશિયાની આ પ્રકારની સિસ્ટમ ખૂબ જ પરેશાન કરનારી છે. જો કે, હજુ સુધી કોઈની સુરક્ષા માટે કોઈ ગંભીર ખતરો નથી ઉભો થયો. તેમણે વધુમાં કહ્યું કે, અમે એવા હથિયાર વિશે વાત નથી કરી રહ્યા, જેનો ઉપયોગ મનુષ્ય પર હુમલો કરવા અથવા કોઈને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે.
અમેરિકા ગુપ્તચર એજન્સીઓને ખુલાસો ચોંકાવનારો
કિર્બીએ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ દ્વારા આ મામલાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. કિર્બીએ કહ્યું કે, બિડેને રાજદ્વારી સ્તરે વાતચીત કરવાની પણ સૂચના આપી છે. તેમણે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓએ જે ખુલાસો કર્યો છે તે ખરેખર ચોંકાવનારો છે.
અવકાશમાં પરમાણુ હથિયાર, સ્પેસ સંધિનું ઉલ્લંઘન
જોન કિર્બીએ વધુમાં કહ્યું કે, અમારી પાસે એવી કોઈ તારીખ નથી કે, જેનાથી અમે જાણી શકીએ કે, રશિયા કેટલા સમયથી આના પર કામ કરી રહ્યું છે. જોકે, અમને થોડા સમય પહેલા ગુપ્તચર એજન્સી તરફથી એક રિપોર્ટ મળ્યો છે. રશિયા તેના પર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો રશિયાએ ભ્રમણકક્ષામાં પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે, તો આ સીધી રીતે 1967 માં હસ્તાક્ષર કરાયેલ અવકાશ સંધિનું જાણી જોઈને ઉલ્લંઘન હશે. તો, રશિયાના નાયબ વિદેશ મંત્રીએ અમેરિકાના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
આ પણ વાંચો –
હાઈપરસોનિક મિસાઈલની તૈનાતી અંગે પણ યોજના બનાવવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એવું માનવામાં આવતું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ માટે ખૂબ જ ઘાતક 20 હજાર એમપીએચની ઉલ્કા હાઇપરસોનિક મિસાઇલ તૈનાત કરવાની યોજના બનાવી રહ્યા છે. પરમાણુ બોમ્બથી સજ્જ આ હથિયાર દ્વારા 30 મિનિટથી પણ ઓછા સમયમાં ગમે ત્યાંથી ફાયર કરી શકાય છે. તે અડધા કલાકની અંદર વિશ્વના ઘણા દેશોમાં મોટા પ્રમાણમાં ભારે તાબાહી સાથે વિનાશ લાવી શકે છે.





