રશિયા ગૃહ યુદ્ધ: દોસ્તથી દુશ્મન બન્યા પ્રિગોઝિન યેવગેની, મોસ્કો કૂચ કરી રહી વેગનર સેના, રશિયામાં બળવાની સમગ્ર કહાની

Russian Civil War : રશિયામાં ગૃહ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ખાનગી સેના વેગનર ગ્રુપના વડા દ્વારા વ્લાદિમીર પુતિન ને ચેતવણી આપતા કહ્યું કે, દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા, તો પુતિને વેગનર ગ્રૂપની ખાનગી સેના દ્વારા કરવામાં આવેલ "સશસ્ત્ર બળવો" એ રાજદ્રોહ હતો અને જે કોઈપણ રશિયન સૈન્ય સામે શસ્ત્ર ઉપાડશે તેને સજા કરવામાં આવશે, તેવું જાહેર કરતા સ્થિતિ હવે ગંભીર બની છે.

Written by Kiran Mehta
Updated : June 25, 2023 01:10 IST
રશિયા ગૃહ યુદ્ધ: દોસ્તથી દુશ્મન બન્યા પ્રિગોઝિન યેવગેની, મોસ્કો કૂચ કરી રહી વેગનર સેના, રશિયામાં બળવાની સમગ્ર કહાની
યેવગેની પ્રિગોઝિન અને વ્લાદિમીર પુતિન (ફોટો - સોશિયલ મીડિયા)

Russian Civil War : રશિયામાં બળવાની અફવાએ જોર પકડ્યું છે. વેગનર આર્મી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, રશિયાને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. આ દાવો વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યા બાદ કરવામાં આવ્યો છે. પુતિને કહ્યું કે, વેગનર ગ્રૂપની ખાનગી સેના દ્વારા કરવામાં આવેલ “સશસ્ત્ર બળવો” એ રાજદ્રોહ હતો અને જે કોઈપણ રશિયન સૈન્ય સામે શસ્ત્ર ઉપાડશે તેને સજા કરવામાં આવશે.

વેગનરે ટેલિગ્રામ ચેનલ દ્વારા ચેતવણી આપી છે. તે ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, પુતિને ખોટી પસંદગી કરી અને તેનું પરિણામ તેમણે ભોગવવું પડશે. દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. રશિયામાં હવે ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે આ ચેતવણી એ કહેવા માટે પૂરતી છે કે, રશિયામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જો યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાય છે તો તે સ્થિતિમાં પુતિન માટે તે બેવડો ફટકો સાબિત થશે. એક તરફ યુક્રેન સાથે સંઘર્ષ હજુ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ચિંતામાં વધારો કરવાનું કામ વેગનરે કર્યું છે.

રશિયન ગૃહ યુદ્ધ કટોકટીનું દરેક મોટુ અપડેટ

9:30 PM – વેગનર સેનાએ સૌથી મોટો દાવો કર્યો છે. સેના, જે અત્યાર સુધી મોસ્કોથી થોડી દૂર હોવાનું કહેવાતું હતું, તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે. જોકે, રશિયાએ આ દાવાઓને નકારી કાઢ્યા છે.

8:58 PM – એવું કહેવામાં આવી રહ્યું છે કે, વેગનર આર્મીના વડા યુક્રેન યુદ્ધથી ખુશ ન હતા. તે યુક્રેન સામે લડવા માંગતા હતા, પરંતુ જે રીતે રશિયન સેના લડી રહી હતી તેનાથી તે નાખુશ હતા.

વેગનર જૂથના વડા યુક્રેનમાં યુદ્ધથી ખુશ ન હતા. તેણે તેને અપમાન પણ કહ્યું હતુ. આનો અર્થ એ નથી કે તે યુક્રેનમાં યુદ્ધ લડવા માંગતા ન હતા, પરંતુ તે ખુશ ન હતા કારણ કે રશિયન સેના અને તેનું નેતૃત્વ યોગ્ય રીતે લડી રહ્યા ન હતા.

8:50 PM – વેગનરની સેના ઝડપથી મોસ્કો તરફ આગળ વધી રહી છે. જાણવા મળ્યું છે કે, હવે તે મોસ્કોથી માત્ર 500 કિલોમીટર દૂર કૂચ કરી રહી છે. તે પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે, પુતિનને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવશે.

7:23 PM – રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા માર્શલ લો લાદવામાં આવ્યો છે. તેઓએ એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ જો નિયમ તોડવામાં આવશે તો તેમને સીધા જ 30 દિવસની અટકાયતમાં મોકલવામાં આવશે.

6:30 PM – વેગનર આર્મી વિશે, પુતિને કહ્યું છે કે, આ આતંકવાદી હુમલા જેવું છે, અને જે તેને અંજામ આપે છે તે દેશદ્રોહી છે. આ આરોપ પર વેગનર ચીફ યેવગેનની પ્રિગોઝિને કહ્યું છે કે તેમના સૈનિકો દેશભક્ત છે, પુતિન પરિસ્થિતિને ખોટી રીતે સમજી નિર્ણયો લઈ રહ્યા છે.

આ પણ વાંચોરશિયા ગૃહ યુદ્ધ કેમ ઉભુ થયું? બળવો કરનાર વેગનર આર્મી શું છે? વધુ સમજવા અહીં ક્લિક કરો

6:24 PM – રશિયામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, રાષ્ટ્રપતિ પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે ફોન પર વાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વાતચીત દરમિયાન પુતિને વર્તમાન પરિસ્થિતિ વિશે વિસ્તારથી ખુલાસો કર્યો છે. તુર્કીએ આ મુશ્કેલ સમયમાં રશિયાને સાથ આપવાની વાત કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ