રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે ભારત અને ચીનની લઇને એક નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે મોસ્કો ઇચ્છે છે કે ભારત અને ચીન બન્ને મિત્રો બને. તેમણે નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં ભારત-ચીનના સંબંધો પર એક સવાલમાં જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે રશિયાના બન્ને દેશો સાથે સારા સંબંધો છે.
સર્ગેઇ લાવરોવે કહ્યું કે રશિયા આ બન્ને દેશોને નજીક લાવવામાં એક શાનદાર ભૂમિકા ભજવી શકે છે. રશિયા હંમેશા આ પ્રકારના પગલા ઉઠાવવા માટે આગળ રહ્યું છે.
યુક્રેન પર શું કહ્યું
યુક્રેન યુદ્ધ પર બોલતા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું કે દરેક પૂછી રહ્યા છે કે રશિયા ક્યારે વાતચીત કરવા માટે તૈયાર છે. પણ કોઇ આ સવાલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીને પૂછે છે? રશિયા હંમેશા વાતચીતના પક્ષમાં રહ્યું છે. જોકે શું યુક્રેન પણ વાતચીત માટે તૈયાર છે? કોઇ તેમને આ સવાલ કેમ પૂછતું નથી? ફક્ત રશિયાને જ આ સવાલ કેમ? તેમણે કહ્યું કે પશ્ચિમ દેશોના બદલે હવે ભારત અને ચીન જેવા વિશ્વસનીય ભાગીદારો પર વિશ્વાસ કરીશું.
આ પણ વાંચો – નિત્યાનંદે એક નવા ‘દેશ’, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસની સ્થાપના કરવાનો કર્યો દાવો
ભારતની કરી પ્રશંસા
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇએ કહ્યું કે ચીન અને ભારત સાથે અમારા સારા સંબંધો છે. ભારત સાથે સંબંધોને રશિયાએ વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જો આધિકારિક છે અને દસ્તાવેજોમાં છે. મને નથી લાગતું કે અમે કોઇ અન્ય દેશને આધિકારિક રીતે આ પ્રકારનો સન્માનનો દરજ્જો આપ્યો છે.
તેમણે કહ્યું કે અમે કોઇ દેશને કોઇ બીજા દેશ સામે ષડયંત્ર કરવામાં સામેલ થતા નથી. જોકે દુર્ભાગ્યથી કેટલાક અન્ય બહારી ખેલાડીઓ દ્વારા તથાકથિત ઇન્ડો-પેસેફિક રણનીતિના સંદર્ભમાં ક્વોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે ક્વાડનો ઉપયોગ આર્થિક ઉદ્દેશ્યોથી નહીં તેનું સૈન્યકરણ કરવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.