રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું દોઢ વર્ષ થયું છે પરંતુ સ્થિતિ હજી પણ એવી જ છે. મંગળવારે 27 જૂન 2023ના રોજ રશિયા તરફથી યુક્રેનના એક શહેર પર બે મિસાઇલો છોડવામાં આવી હતી. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. 42 લોકો ઘાયલ થયા હતા. મરનારમાં એક બાળકનો પણ સમાવેશ થયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીએ હુમલાની નિં કરી છે.
આ હુમલો યુક્રેનના પૂર્વી શહેર કારમાતોર્સકમાં થયો છે. પહેલી મિસાઇલ એક રેસ્ટોરન્ટ પર જઇને પડી હતી. જેનાથી તબાહી મચી ગઈ હતી. બીજી મિસાઇલ કારમાતોર્સક શહેરના બહારી વિસ્તારમાં છોડવામાં આવી હતી.
હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશનમાં લોકોને બચાવવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં એક બાળક સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા.
આ ઉપરાંત ક્રેમેનચકમાં પણ એક મિસાઇલ છોડવામાં આવી હતી. આ હુમલામાં કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. બરાબર એક વર્ષ પહેલા આ વિસ્તારમાં એક શોપિંગ મોલમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 20 લોકોના જીવ ગયા હતા.
ટેલિવિઝન પર પ્રસારિત એક સંબોધનમાં ડોનેટસ્ક ક્ષેત્રીય ગવર્નર પાવલો કિરિલેંકોએ કહ્યું હતું કે લોકોને કાટમાળ નીચે ફસાયેલા જોઇ શકાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કીએ એક વીડિયો સંદેશમાં હુમલાની નિદા કરી હતી.





