Russian Missile in Poland: યુક્રેનમાં રશિયન મિસાઈન હુમલા બાદ પોલેન્ડમાં એક રશિયન રોકેટ તૂટી પડ્યું હતું જેમાં બે લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે પોલેન્ડના વિદેશ મંત્રાલયે રશિયન રોકેટ તેમના વિસ્તારમાં તૂટી પડવાની પુષ્ટી કરી છે. જેમાં બે લોકોના મોત થયા છે. ત્યારબાદ પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને પૂર્વી પોલોન્ડમાં થયેલા વિસ્ફોટ ઉપર વાતચીત કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ અંગે ટ્વીટ કરતા કહ્યું હતું કે “પૂર્વી પોલેન્ડમાં જનહાનિ પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરવા અને વિસ્ફોટમાં પોલેન્ડની તપાસ માટે પોતાનું સંપૂર્ણ સમર્થન આપવા માટે મેં ત્યાંના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે વાત કરી હતી. આ મામલે અમે યોગ્ય પગલાં ભરવા માટે સંપર્કમાં રહીશું.”
નાટોના એમ્બેસેડર કરશે મુલાકાત
એએફપીએ જણાવ્યું હતું કે પોલેન્ડના રશિયન મિસાઈલ પડવાથી પ્રેજવોડોના બે લોકોના મોત પછી પોતાની સેના તૈયાર રાખી છે. રોયટર્સે યુરોપીય રાજનયિકોના હવાલો આપતા જણાવ્યું હતું કે નાટોના આર્ટિકલ 4ના આધાર પર પોલેન્ડના અનુરોધ પર નાટોના રાજદૂત બુધવારે મળશે. ઉલ્લેખનીય છે કે નાટોના અનુચ્છેદ 4 અનુસાર સભ્ય કોઈ સભ્ય દેશની સુરક્ષા સંબંધિત ચિંતાનો કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે.
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે રશિયાએ ખેરસોનથી વાપસી પછી મંગળવારે યુક્રેનના શહેરો પર મિસાઇલથી હુમલો કર્યો હતો. મિસાઇલ હુમલા વચ્ચે યુક્રેનના લગભગ એક ડર્ઝન પ્રમુખ શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવ્યા અને વિસ્ફોટ થયા.