scorecardresearch

સાઉદી અરેબિયા અને ઈરાનના સંબંધો સુધરશે? દુનિયા માટે શું છે તેનો અર્થ

Saudi Arabia And Iran Diplomatic Ties : ઈરાન અને સાઉદી અરેબિયા સુરક્ષા સહયોગ કરારને પુર્નજીવિત કરીને બે મહિનાની અંદર એકબીજાના દેશોમાં દૂતાવાસો ફરી ખોલશે, આ કરારમાં ચીન છે તે અમેરિકા માટે ચિંતાનો વિષય છે

સાઉદી અરેબિયા અને ઈરાનના સંબંધો સુધરશે? દુનિયા માટે શું છે તેનો અર્થ
ચીન ઐતિહાસિક સમજુતી માટે માટે શાંતિ માટે કામ કરી રહ્યું છે (તસવીર – ટ્વિટર)

સાઉદી અરેબિયા અને ઈરાને શુક્રવારે (10 માર્ચ) બીજિંગમાં ચાર દિવસની અગાઉની વાતચીત પછી રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. રોઇટર્સે આ અહેવાલ આપ્યો છે. આ જાહેરાતથી પશ્ચિમ એશિયામાં એક મોટું પુર્નગઠન થઇ શકે છે, આ સાથે તે અમેરિકા માટે એક મોટો ભૌગોલિક રાજકીય ખતરો પણ બની ગયું છે, જેમાં ચીન ઐતિહાસિક સમજુતી માટે માટે શાંતિ માટે કામ કરી રહ્યું છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આપેલા અહેવાલ પ્રમાણે શુક્રવારે જાહેર કરાયેલ કરાર હેઠળ ઈરાન અને સાઉદી અરેબિયા સુરક્ષા સહયોગ કરારને પુર્નજીવિત કરીને બે મહિનાની અંદર એકબીજાના દેશોમાં દૂતાવાસો ફરી ખોલશે. વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સમજૂતીઓ ફરી શરૂ કરીને સાત વર્ષના વિભાજન ખતમ કરી દેશે.

દુશ્મનાવટનો ઇતિહાસ

સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી દુશ્મનાવટ છે. ઈરાન વિશ્વમાં અગ્રણી શિયા દેશ છે. જ્યારે સાઉદી અરેબિયા સુન્ની દેશ છે. આધુનિક સમયમાં આ સાંપ્રદાયિક દુશ્મનાવટ પ્રાદેશિક આધિપત્ય માટે ઝઘડામાં પરિણમી છે. ઇરાક, લેબનોન, સીરિયા અને સૌથી વિનાશક રીતે યમનમાં એકબીજા સામે બહુવિધ પ્રોક્સી સંઘર્ષમાં સામેલ થવામાં બંને પક્ષોએ ભૂમિકા ભજવી છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે યમનમાં ઈરાની સમર્થિત બળવાખોરોના લાભને ઉલટવાના હેતુથી સાઉદીના બોમ્બે મોટી સંખ્યામાં નાગરિકોને માર્યા છે. તે બળવાખોરોએ સાઉદી શહેરો અને તેલના કુવાઓ પર અત્યાધુનિક મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોનથી ફાયર કરીને જવાબ આપ્યો છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના રિપોર્ટમાં કહેવાયું છે કે સંઘર્ષમાં તમામ પક્ષોએ વારંવાર માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ડિસેમ્બર 2020ના યુએનના એક અહેવાલમાં જણાવ્યું છે કે 2015થી યુદ્ધને કારણે અંદાજે 2,33,000 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 1,31,000 લોકો પરોક્ષ કારણો જેમ કે ખોરાક, આરોગ્ય સેવાઓ અને માળખાકીય સુવિધાઓનો અભાવના કારણે મર્યા છે.

સાઉદી-ઈરાન દુશ્મનાવટના માનવીય નુકસાનના સંદર્ભમાં આશ્ચર્યજનક નવા કરારનું સ્વાગત છે. જોકે આનો અર્થ એ નથી કે બધી સમસ્યાઓ તરત જ ઉકેલાઈ જશે.

આ પણ વાંચો – ક્લાઈમેટ ચેંજ: ઇન્ડોનેશિયા શા માટે તેની રાજધાની જકાર્તાથી બોર્નિયોમાં ખસેડી રહ્યું છે?

આગળ કેટલાક પડકારો

શિયા અને સુન્ની વચ્ચેનો સાંપ્રદાયિક તણાવ છે એક પ્રમુખ વિધ્નોમાંથી એક છે. આ સિવાય ત્યાં ચોક્કસ ભૌગોલિક રાજકીય પ્રશ્નો છે. દાખલા તરીકે યમન અને સીરિયાના બંને યુદ્ધોમાં, ઈરાન અને સાઉદી અરેબિયા એકબીજાના વિરોધમાં જોવા મળે છે. આ સંઘર્ષો બંને દેશો વચ્ચે દુશ્મનાવટને ઉત્તેજન આપવાનું ચાલુ રાખશે.

આ ઉપરાંત ઈરાન અમેરિકા સાથે સાઉદી અરેબિયાની નિકટતાની ખૂબ ટીકા કરે છે. અમેરિકાએ દાયકાઓથી તેના પર પ્રતિબંધ લગાવીને ઈરાનની અર્થવ્યવસ્થાને નબળી બનાવી છે. બીજી બાજુ સાઉદી અરેબિયા સમગ્ર પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર મિલિશિયાના મોટા નેટવર્કથી અલગ છે જેને ઈરાન ભંડોળ પૂરું પાડે છે અને પીઠબળ આપે છે. તેમણે પોતાના સાર્વભૌમત્વ તેમજ સત્તાના પ્રાદેશિક સંતુલન માટે જોખમ તરીકે જુવે છે.

આ બધા મુદ્દાઓ ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે કોઈપણ પ્રકારના ગાઢ સંબંધો બાંધવામાં અવરોધરૂપ બની રહેશે. જોકે હાલમાં થયેલી ફૂટનીતિક ડીલ વધારે વાતચીત અને કરારો માટે એક સારી શરૂઆતી બિંદુ બની શકે છે.

હવે કેમ?

ઈરાન અને સાઉદી અરેબિયાને વિભાજિત કરતા મુદ્દાઓને જોતાં તે પૂછવું યોગ્ય છે કે શા માટે આ સોદો હવે અચાનક કરવામાં આવ્યો છે. શું બદલાયું? સાઉદી અરેબિયામાં મોહમ્મદ બિન સલમાનના શાસનમાં મુત્સદ્દીગીરી અને સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે કે તેમનું વિઝન 2030 યોજના પર્યટન અને વિદેશી રોકાણને આકર્ષીને, લાખો વિદેશીઓને દેશ તરફ આકર્ષિત કરીને અને તેને વેપાર અને સંસ્કૃતિ માટે વૈશ્વિક હબમાં ફેરવીને તેલ આધારિત અર્થવ્યવસ્થાને વૈવિધ્યીકરણ કરવા માંગે છે. આ વિઝન સાઉદી અરેબિયાના બદલાતા રાજદ્વારી વલણમાં કેન્દ્રિય છે.

સાઉદી અરેબિયાને વૈશ્વિક હબમાં ફેરવવા માટે પ્રાદેશિક શાંતિ નિર્ણાયક બની રહેશે જે વિઝન 2030ની કલ્પના કરે છે. આનાથી સાઉદી અરેબિયા સમગ્ર પ્રદેશમાં સત્તાઓ સાથે લાંબા સમયથી ચાલતા સંઘર્ષોને સમાપ્ત કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે.

આ સિવાય સાઉદી અરેબિયા તેની વિદેશ નીતિમાં અમેરિકાના એકલ પ્રભાવથી ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે. અમેરિકા સાઉદી અરેબિયાનું સૌથી મોટું લશ્કરી સપ્લાયર બની રહ્યું છે. ત્યારે તાજેતરના વર્ષોમાં રશિયા, ચીન અને હવે ઈરાન સહિત વિવિધ શક્તિઓએ સમર્થન કર્યું છે.

એક પ્રતિબંધ શાસન અને આંતરિક તણાવને કારણે ઈરાન માટે તેના લક્ષ્યો હાંસલ કરવાનું મુશ્કેલ બન્યું છે. ખોમેની શાસન ક્રાંતિ પછી ઇરાન હાલ સૌથી નબળી સ્થિતિમાં છે. ત્યારે ઈરાન માટે આ ક્ષેત્રમાં સાથીઓની શોધ અત્યંત મહત્વની છે.

વૈશ્વિક રાજદ્વારી શક્તિ બનવાની ચીનની ઈચ્છા

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે અમેરિકા લાંબા સમયથી પશ્ચિમ એશિયામાં ખૂબ પ્રભાવ ધરાવે છે. તે મુખ્ય વૈશ્વિક શક્તિ રહી છે જેણે સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં ભૌગોલિક રાજનીતિ પર પ્રભાવ પાડ્યો છે. જોકે હવે શાંતિવાર્તા તરીકે ચીનની ભૂમિકા એ પ્રદેશમાં બદલાતા પ્રવાહોની બીજી નિશાની છે. ચીને ઐતિહાસિક રીતે બંને દેશો સાથે સંબંધો જાળવી રાખ્યા છે અને નવીનતમ ડીલ આ ક્ષેત્રમાં ચીનના વધતા રાજકીય અને આર્થિક પ્રભાવને નિર્દેશ કરે છે.

જોનાથન ફુલ્ટને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ચીન આ પ્રદેશમાં સ્થિરતા ઇચ્છે છે કારણ કે તેઓ ગલ્ફમાંથી તેમની 40 ટકાથી વધુ ઉર્જા મેળવે છે અને બંને (ઈરાન અને સાઉદી અરેબિયા) વચ્ચે તણાવ તેમના હિતોને જોખમમાં મૂકે છે.

અમેરિકા માટે ચિંતા

આ કરારમાં ચીન છે તે અમેરિકા માટે ચિંતાનો વિષય છે. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસિસના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ડુબોવિટ્ઝ, વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક કે જે ઈરાન અને ચીન પ્રત્યેની કઠિન નીતિઓને સમર્થન આપે છે. તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે આ સોદો સંભવત અમેરિકા માટે હાર હોઈ શકે છે. તેમણે કહ્યું કે તે દર્શાવે છે કે સાઉદી અરેબિયામાં વોશિંગ્ટનમાં વિશ્વાસનો અભાવ છે. ઈરાન તેની એકલતાને સરળ બનાવવા માટે યુએસ સાથીઓને દૂર કરી શકે છે અને ચીન મધ્ય પૂર્વીય સત્તાની રાજનીતિમાં મુખ્ય રોલ ભજવી રહ્યું છે.

ક્વિન્સી ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ત્રિતા પારસીએ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને કહ્યું કે જ્યારે વોશિંગ્ટનમાં ઘણા લોકો મધ્ય પૂર્વમાં મધ્યસ્થી તરીકે ચીનની ઉભરતી ભૂમિકાને ખતરા તરીકે જોશે. વાસ્તવિકતા શું તે વધુ સ્થિર મધ્ય પૂર્વ છે જ્યાં ઈરાનીઓ અને સાઉદીઓ એકબીજાના ગળામાં નથી પણ યુનાઈટેડ સ્ટેટ્સને ફાયદો થાય છે. અત્યાર સુધી અમેરિકા તેના પ્રતિભાવમાં સંયમિત છે. પ્રદેશમાં તણાવ ઘટાડવાના કોઈપણ પ્રયાસને સમર્થન આપ્યું છે.

ઇઝરાયેલ એક મુશ્કેલ જગ્યાએ

ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ પગલાથી ઇઝરાયેલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જે બન્ને રાષ્ટ્ર સાથે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. પરંતુ જ્યારે ઇઝરાયેલી નેતાઓ ઈરાનને દુશ્મન અને અસ્તિત્વ માટેના ખતરા તરીકે જુએ છે ત્યારે તેઓ સાઉદી અરેબિયાને સંભવિત ભાગીદાર માને છે. તેઓને આશા હતી કે તેહરાનના ભયથી ઈઝરાયેલને રિયાધ સાથે સંબંધો બાંધવામાં મદદ મળી શકે છે. આ નવા સોદાએ સંભવિત રીતે આ ક્ષેત્રમાં ઇઝરાયેલની રાજદ્વારી વ્યૂહરચનાનો નાશ કર્યો છે કારણ કે સ્થાનિક અશાંતિએ દેશને ઘેરી લીધો છે.

Web Title: Saudi arabia and iran to renew ties what it means for the world

Best of Express