બ્રહ્માંડ આજે પણ અનેક ગૂઢ રહસ્યોથી ભરેલું છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકો સૌર મંડળ અંગે કેટલાક રહસ્યો જાણવામાં સફળ થયા છે જોકે હજુ પણ ઘણા એવા ઘણા તથ્યો છે કે જેના પરથી પડદો હજું ઉંચકાયો નથી. અંતરિક્ષમાં ગ્રહો ઉપરાંત મોટી સંખ્યામાં ઉપગ્રહો અને ક્ષુદ્રગ્રહ પણ હાજર છે. એવી ઘણી વસ્તુઓ છે કે જે અંતરિક્ષમાં ફરી રહી છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અનુસાર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કોઇ પણ વસ્તુને 9.8 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી પોતાની તરફ ખેંચી શકે છે. આ જોતાં કોઇ પણ ક્ષુદ્રગ્રહ કે અન્ય કોઇ ફરતી વસ્તુ પૃથ્વી તરફ ખેંચાય એ સ્વાભાવિક છે. આવા જ બે મોટા ઓબજેક્ટ પૃથ્વી તરફ આવતા નોંધાયા છે.
અંતરિક્ષ એજન્સી NASA અનુસાર ક્ષુદ્રગ્રહ સૌર મંડળના એક મોટા હિસ્સામાં ફેલાયેલું છે. જેમાં અસંખ્ય ક્ષુદ્રગ્રહો છે. જેમનો આકાર 500 મીટરથી લઇને કેટલાય કિલોમીટર સુધીનો હોઇ શકે છે. નાસા પૃથ્વીથી નજીક આવતા ક્ષુદ્રગ્રહો અંગે સતત નજર રાખી રહ્યું છે અને આ અંગે જરૂરી એલર્ટ પણ આપે છે. નાસાએ આવી જ એક ચેતવણી જાહેર કરી છે. જે એક સંભવિત ખતરા સમાન છે.
અમેરિકાના અંતરિક્ષ સંસ્થા (National Aeronautics and Space Administration) નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) ક્ષુદ્રગ્રહ ટ્રેકિંગ માટે સતત કામ કરી રહી છે. જેપીએલએ બે ક્ષુદ્રગ્રહો અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ બંને ક્ષુદ્રગ્રહ પૃથ્વીથી નજીકથી પસાર થઇ શકે છે. જેમાં એકનું નામ એસ્ટ્રોઇડ 2023 (Asteroid 2023 OU) છે. આ 68 ફૂટ લાંબો પહાડી ટુકડા સમાન છે. જે એક વિમાન જેટલો મોટો હોઇ શકે છે. આ 6.7 લાખ કિલોમીટરના અંતરથી પૃથ્વી નજીક આવે છે. એ પછી તે પોતાની કક્ષામાં આગળ વધશે.
આ પણ વાંચો- ચંદ્ર પર એવું તે શું છે? કે બધાને ત્યાં જવું છે
પરંતુ આના કરતાં પણ અનેક ઘણો મોટો એક બીજો ક્ષુદ્રગ્રહ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. એસ્ટેરોયડ 2023 NR1 (Asteroid 2023 NR1) અંદાજે 240 ફૂટ લાંબો છે. એસ્ટેરોયડ એનઆર1 અંગે નાસાનું કહેવું છે કે, આ ક્ષુદ્રગ્રહ પૃથ્વીથી નજીકથી પસાર થવાનો છે. જેની ઝડપ 54710 કિમી પ્રતિ કલાક હોવાનો અંદાજ છે. આ બંને ક્ષુદ્રગ્રહોને લઇને સંભવિત ખતરો મંડરાઇ રહ્યો છે. જોકે નાસાએ આ બંને ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે ટકરાશે એ અંગે વધુ કોઇ જાણકારી આપી નથી. ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે ટકરાય એ દુર્લભ ઘટના માનવામાં આવે છે જોકે સંભવિત ટકરાવ અંગે ઇન્કાર પણ કરી શકાય એમ નથી.
નાસા એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે, જે દેશનાં જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે. આ સંસ્થાની સ્થાપના જુલાઇ ૨૯, ૧૯૫૮ નાં રોજ, રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલી છે. અવકાશ કાર્યક્રમની સાથે, નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો પણ કરે છે.





