બ્રહ્માંડ અનંત છે. અંતરિક્ષ જેટલું રંગબેરંગી દેખાય છે એટલું જ વિવિધ રહસ્યોથી ભરપૂર છે. વૈજ્ઞાનિકો માટે આ રહસ્યો ઉકેલવા મોટા પડકાર સમાન છે. દિવસ રાત એક કરી મથામણ કરતા વૈજ્ઞાનિકોને આ દિશામાં કેટલેક અંશે સફળતા પણ મળી રહી છે. આવી જ એક ચોંકાવનારી વિગત સામે આવી છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઇ ગ્રહ કે તારાની ફરતે એક ભ્રમણ કક્ષામાં ક્ષુદ્રગ્રહો અને ભંગારના ટુકડાને બાદ કરતાં કોઇ એક જ મોટો ગ્રહ કે તારો ભ્રમણ કરતો હોય છે. પરંતુ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધન પેપરે સૌને ચોંકાવી દીધા છે. એક જ ભ્રમણ કક્ષામાં બે મહાકાય તારાઓ ભ્રમણ કરતા હોવાનું દેખાયું છે.
પીડીએસ 70 (PDS 70), સેન્ટૌરસના નક્ષત્રમાં પૃથ્વીથી અંદાજે 370 પ્રકાશ વર્ષ દૂર આવેલો યુવા કે7 (K7) તારો છે. જે સંશોધન માટે હાલમાં ચર્ચાનું કારણ બન્યો છે. આ તારો મહાકાય તો છે જ સાથોસાથ તે બે વિશાળ ગુરૂ જેવા પ્રોટોપ્લેનેટને આશ્રય આપી રહ્યો છે. આ બે વિશાળ પ્રોટોપ્લેનેટ એની ફરતે ફરી રહ્યા છે. અહીં ખાસ બાબત છે કે બંનેની ભ્રમણ કક્ષા એક છે.
સ્પેન સ્થિત સેન્ટર ફોર એસ્ટ્રોબાયોલોજીના ઓલ્ગા બાલસાલોબ્રે-રુઝા અને ટીમે આ અંગે રિસર્ચ કર્યું છે અને આ અંગે સંશોધન પેપર રજૂ કર્યું છે. જેમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે સમાન સમૂહના ગ્રહોની જોડી કે તેમના તારા કહેવાતા ટ્રોજન એક જ ભ્રમણ કક્ષામાં હોઇ શકે છે. પરંતુ આ અંગે અમને પુરાવા મળ્યા છે કોઇ બે મહાકાય ટ્રોજન એક જ ભ્રમણ કક્ષામાં ફરે છે.
પીડીએસ 70 એ સેન્ટૌરસના નક્ષત્રમાં પૃથ્વીથી 370 પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે. 5.4 મિલિયલ વર્ષ જૂનો આ તારો ધૂળ અને ગેસના વિશાળ પહાડ સમાન બે પ્રોટોપ્લેનેટ ધરાવે છે. પીડીએસ 70બી આપણા સૌરમંડળમાં યુરેનસની ભ્રમણકક્ષા જેવો જ તારાથી અંદાજે 22 એયૂ અંતરે જ્યારે બાહ્ય ગ્રહ પીડીએસ 70સી 34 એયૂ અંતરે સ્થિત છે.





