Markarian Black Hole: બ્રહ્માંડ અનંત અને અનેક રહસ્યોથી ભરપૂર છે. આપણું સૌરમંડળ બ્રહ્માંડની સરખામણીએ તો એક નાના ટપકાં જેવું જ છે. સૌરમંડળની બહાર અનેક આકાશગંગાઓ અને અન્ય ખગોળીય પિંડો આવેલા છે જે ગૂઢ અને રહસ્યમયી છે. વૈજ્ઞાનિકોને તાજેતરમાં આવા જ વધુ એક સુપરમેસિવ બ્લેક હોલ અંગે ચોંકાવનારી વિગત મળી છે. માર્કેરિયન 421 નામનો બ્લેઝર પૃથ્વી માટે ખતરા રૂપ જેટ કણો સતત પૃથ્વી તરફ ફેંકી રહ્યો છે.
માર્કેરિયન 421 બ્લેક હોલ જે પૃથ્વીથી અંદાજે 400 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. જે પૃથ્વી તરફ હાઇ ઉર્જા કણ જેટ છોડી રહ્યો છે. માર્કેરિયન તારામંડળમાં અંદાજે 400 મિલિયન પ્રકાશ વર્ષ દૂર સ્થિત બ્લેજર પોતાના સક્રિય ગૈલેક્ટિક નાભિક કણ માટે જાણીતો છે અને તાજેતરમાં એના ઉત્સર્જને વૈજ્ઞાનિકોને અચંબિત કર્યા છે.
ગૈલેક્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ખગોળશાસ્ત્રીઓને તાજેતરમાં આ બ્લેજર માર્કેરિયન 421 સંબંધિત એક અસાધારણ ઘટના જોવા મળી છે. સુપરમેસિવ આ બ્લેક હોલ જે પોતાના નાભિક કણ માટે જાણીતો છે કે પૃથ્વીને નિશાન બનાવી રહ્યો છે અને પૃથ્વી તરફ હાઇ ઉર્જા કણ જેટ ઉત્સર્જિત કરી રહ્યો છે. નાસાના એક્સ રે પોલારિમેટ્રી એક્સપ્લોરર (IXPE)અનુસાર આ સુપરમેસિવ બ્લેક હોલ અંગે ઘણા રહસ્યો ખુલ્લા થયા છે.
સૂર્ય કરતાં પણ લાખોગણું દ્રવ્યમાન
સુપરમેસિવ બ્લેક હોલ એક ઘણો જ મોટો છે. જે આકાશગંગાઓના કેન્દ્રમાં જોવા મળે છે. જ્યાં એ ગેસ, ધૂળ, તારાઓ અને ગ્રહોને ગળી જાય છે અને મોટો થઇ રહ્યો છે. આવા સુપરમેસિવ બ્લેક હોલમાં ગુરુત્વાકર્ષણનું ખેંચાણ એટલું તીવ્ર હોય છે કે પ્રકાશ પણ એમનાથી બચી શકતો નથી. અહીં નોંધનિય છે કે, આવા બ્લેક હોલનું દ્રવ્યમાન સૂર્ય કરતાં લાખો અરબો ઘણું વધુ હોય છે.
બ્લેક હોલનું પૃથ્વી તરફ જેટ ફાયરિંગ
વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માર્કેરિયન 421 નામક દૂરનો સુપરમેસિવ બ્લેક હોલ પૃથ્વી પર સીધા લક્ષ્ય રાખીને કણોનું ઉચ્ચ-ઊર્જા જેટ ફેંકી રહ્યું છે. પરંતુ આ હાલમાં ચિંતાનું કોઇ કારણ ન હોવાનું વૈજ્ઞાનિકો આશ્વાસન પણ વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે, “બ્લેઝર” આપણા ગ્રહથી 400 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર છે. જેના કારણે હાલમાં એવા કોઇ સંકેત નથી કે આ પૃથ્વી માટે ખતરો બની શકે કારણ કે એ જેટ કણોને પૃથ્વી પર આવતાં હજારો લાખો વર્ષ લાગે એમ છે.
માર્કેરિયન 421 વૈજ્ઞાનિકો માટે ખાસ
પૃથ્વી અંદાજે 400 મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલ સુપરમેસિવ બ્લેક હોલ માર્કેરિયન 421 હાલમાં વૈજ્ઞાનિકો માટે સંશોધન માટે ખાસ આકર્ષણનું કારણ બન્યો છે. વિશાળ બ્લેક હોલમાં હાલમાં અસાધારણ કહી શકાય એવા પરિવર્તન દેખાઇ રહ્યા છે. આ બ્લેક હોલ પૃથ્વી તરફ હાઇ ઉર્જા બહાર ફેંકી રહ્યો છે. જે પ્રકાશને પણ પોતે ગળી જતો હોવાથી રહસ્યોથી ભરપૂર હોવાથી વૈજ્ઞાનિકો માટે ખાસ છે.
સુપરમેસિવ બ્લેક હોલની ઉત્પત્તિ
સુપરમેસિવ બ્લેક હોલની ઉત્પત્તિ અંગે સ્પષ્ટ કોઇ સમજણ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે અરબો વર્ષોમાં ગેસ અને અન્ય નાના બ્લેક હોલના વિલયને લીધે તેમજ અન્ય પ્રક્રિયાઓના સંયોજનથી વિશાળ બ્લેક હોલ બન્યા હોવા જોઇએ અને વિકસીત થયા છે. સુપરમેસિવ બ્લેક હોલ સક્રિય ગૈલેક્ટિક નાભિક (એજીએન) અને કાસર જેવી શક્તિશાળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. કોઇ સામગ્રી આ બ્લેક હોલમાં આવી પડે તો મોટી માત્રામાં ઉર્જા નીકળે છે અને તીવ્ર વિકિરણ ઉત્સર્જિત થાય છે.





