ભારત યુએસ સંબંધો પર મોટી જાહેરાત: US નવા રાજદૂત સર્જિયો ગોરે ભારતને Pax Silica માં જોડાવા આપ્યું આમંત્રણ

India US Trade Deal Update: યુએસના નવા રાજદૂત સર્જિયો ગોરે પદભાર સંભાળતા જ ભારતને સેમિકન્ડક્ટર અને AI ગઠબંધન Pax Silica માં જોડાવા આમંત્રણ આપ્યું. જાણો ભારત-યુએસ ટ્રેડ ડીલ પર શું છે લેટેસ્ટ અપડેટ.

India US Trade Deal Update: યુએસના નવા રાજદૂત સર્જિયો ગોરે પદભાર સંભાળતા જ ભારતને સેમિકન્ડક્ટર અને AI ગઠબંધન Pax Silica માં જોડાવા આમંત્રણ આપ્યું. જાણો ભારત-યુએસ ટ્રેડ ડીલ પર શું છે લેટેસ્ટ અપડેટ.

author-image
Haresh Suthar
New Update
Sergio Gor US Ambassador India US Relations

યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને 'સદીની સૌથી મહત્વપૂર્ણ' ગણાવી Photograph: (Express Photo)

India US Trade Deal Update: અમેરિકાના નવા નિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) સોમવારે વિધિવત રીતે કાર્યભાર સંભાળતા ભારત અને અમેરિકાના સંબંધોને આ સદીની સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારી ગણાવી છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ભારતને આગામી મહિને અમેરિકાના નેતૃત્વવાળા 'Pax Silica' ગઠબંધનમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે.

Advertisment

શું છે Pax Silica?

'Pax Silica' એ સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્રિટિકલ મિનરલ્સ અને લોજિસ્ટિક્સ માટે સુરક્ષિત અને નવીન સપ્લાય ચેઈન બનાવવા માટે અમેરિકા દ્વારા શરૂ કરાયેલ એક વ્યૂહાત્મક પહેલ છે.

ગયા મહિને જ જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને ઇઝરાયેલ આ ગ્રુપમાં જોડાયા છે. હવે ભારત પણ આ ગ્રુપનો પૂર્ણ સભ્ય બનશે, જેનાથી ભારતની ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રની તાકાત વધશે.

Pax Silica ગઠબંધનથી ભારતને થનારા મુખ્ય ફાયદાઓ

સેમિકન્ડક્ટર હબ બનવાની તક 

પેક્સ સિલિકા (Pax Silica) ગઠબંધન દ્વારા ભારતને સેમિકન્ડક્ટર (ચિપ) મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી એડવાન્સ ટેકનોલોજી અને કાચો માલ સરળતાથી મળી રહેશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ આપી શકે છે. 

Advertisment

ક્રિટિકલ મિનરલ્સ પર મજબૂત પકડ 

સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને સંરક્ષણ સાધનો માટે લિથિયમ, કોબાલ્ટ અને સિલિકોન જેવા ખનિજો અનિવાર્ય છે. Pax Silica દ્વારા ભારતને આ ખનિજોની સપ્લાય ચેઈનમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

AI અને નવીન ટેકનોલોજીમાં સહયોગ

આ ગ્રુપમાં જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા ટેક-જાયન્ટ દેશો હોવાથી ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં વૈશ્વિક સ્તરે સંશોધન અને વિકાસ (R&D) માટે સીધો લાભ મળશે.

નવી રોજગારીની તકો

હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં વિદેશી રોકાણ વધવાથી લાખો કુશળ યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન થશે.

વૈશ્વિક સપ્લાય ચેઈનમાં વિશ્વાસ

ચીનના વિકલ્પ તરીકે વિશ્વ હવે 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના અપનાવી રહ્યું છે. Pax Silica માં જોડાવવાથી ભારત વૈશ્વિક સ્તરે એક વિશ્વસનીય અને સુરક્ષિત સપ્લાય પાર્ટનર તરીકે ઉભરી આવશે.

વેપાર કરાર પર મહત્વની અપડેટ

સર્જિયો ગોરે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર (Trade Deal) પર મંગળવારે બંને પક્ષો વચ્ચે વાતચીત થશે. યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગોરે કહ્યું, સાચા મિત્રો વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા તેનો ઉકેલ લાવે છે. અમે ફેર ટ્રેડ, પરસ્પર સન્માન અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માંગીએ છીએ.

ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતાનો ઉલ્લેખ

સર્જિયો ગોરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતને યાદ કરતા કહ્યું કે, ટ્રમ્પ ભારત સાથેની તેમની મિત્રતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. મને આશા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી એક-બે વર્ષમાં ભારતની મુલાકાત લેશે.

ઈગો હર્ટ થયો!ફોન કોલ્સ ન આવવો એ બહાનું છે, ઓપરેશન સિંદૂર બાદ ભારત અનેરિકાના બદલાયા સંબંધ

ગોરે પોતાની ભારત મુલાકાતની યાદો તાજી કરતા કહ્યું કે તેઓ 2013માં જયપુર, રણથંભોર અને પંજાબની મુલાકાત લઈ ચૂક્યા છે અને ભારત પ્રત્યે તેમને ખૂબ જ આદર છે.

અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ