Serial Killer : ઉંમર- 33 વર્ષ, નામ- રેબેકા, ગુનો- 4 લોકોની હત્યા. ઓહાયો પોલીસને એક માણસનો મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેની હત્યા ઝેર આપીને કરવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, આ વ્યક્તિએ મૃત્યુ પહેલા કોઈની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પોલીસ તેની હત્યાનું રહસ્ય ઉકેલી રહી હતી, ત્યારે એક પછી એક વધુ ત્રણ લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. હત્યાની પેટર્ન એક જ સમાન હતી. પોલીસને આની પાછળ કોઈ સીરિયલ કિલરનો હાથ હોવાની આશંકા થઈ. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરવા લાગી, પરંતુ કોઈ સુરાગ મળતો ન હતો. આખરે પોલીસને કંઈક એવું મળે છે, જે તેમને હત્યારા સુધી લઈ જાય છે.
સામાન્ય દેખાવવાળી આ સ્ત્રી અમારા અને તમારા જેવી જ દેખાય છે. તેને જોઈને અનુમાન લગાવી શકાય નહીં કે, તે સીરિયલ કિલર છે. તેના પર એક પછી એક 4 લોકોની હત્યા કરવાનો આરોપ છે. હત્યાના પ્રયાસનો પાંચમો કેસ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેણે આ જ રીતે બીજા ઘણા લોકોની હત્યા કરી હશે. હાલ આ મહિલા સામે તપાસ ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, આ મહિલા એક બાળકની માતા છે અને તેનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મહિલા અમેરિકાના ઓહાયોની રહેવાસી છે. મહિલાને દોષી ઠેરવવામાં આવે છે કારણ કે, તેણે પહેલા લોકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પછી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કિસ્સામાં, ઓહિયો એટર્ની જનરલ ડેવ યોસ્ટે બુધવારે જણાવ્યું હતું કે, 33 વર્ષીય મહિલાને કોલંબસમાં શારીરિક સંબંધો માટે મળેલા પુરુષોની શ્રેણીબદ્ધ હત્યા માટે દોષી ઠેરવવામાં આવી છે.
ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, એક બાળકની માતા રેબેકા ઓબોર્ન, કથિત રીતે ડ્રગ પીવડાવી અને ચાર લોકોની હત્યા કરી અને પછી તેમને લૂંટી લીધા.
યોસ્ટના જણાવ્યા અનુસાર આરોપી મહિલા ઓબોર્નએ આ વર્ષના પહેલા 6 મહિનામાં 4 લોકોની હત્યા કરી હતી. તેના પર પાંચમા વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. સદનસીબે પાંચમો વ્યક્તિ મહિલાનો શિકાર બની ભાગી ગયો હતો.
યોસ્ટે મીડિયા સાથે વાત કરતા લોકોને સેક્સ ન ખરીદવાની સલાહ આપી હતી. તેઓ કહે છે કે, તે જીવનને બરબાદ કરે છે અને તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. તેમનું કહેવું છે કે, આરોપી મહિલાનો શિકાર હજુ પણ ઘણા લોકો બન્યા હશે. તેમણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.
આ રીતે સીરિયલ કિલરની આરોપી મહિલા ઝડપાઈ
ડ્રગ્સના ઓવરડોઝને કારણે વારંવાર થતા મૃત્યુ વિશે સત્તાધિકારીઓ સૌ પ્રથમ વાકેફ થયા હતા. આ અંગે પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે ઓબોર્ન પર અનેક ઓવરડોઝ મૃત્યુ અને લૂંટના સંબંધમાં આરોપ મૂક્યો હતો. મહિલાને સપ્ટેમ્બર મહિનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. મહિલાએ એક આરોપીને ફેન્ટાનાઈલ આપ્યાની કબૂલાત કરી હતી. આરોપી મહિલાએ કબૂલાત કરી હતી કે, તેણે તેની કાર અને ડેબિટ કાર્ડ લૂંટી લીધા હતા.
અહેવાલો અનુસાર, ઓબોર્નને એક બાળક છે. તેણે 2016 માં તેની પુત્રી ગુમાવી હતી. ત્યાં સુધી તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયો ન હતો. જો કે આ પછી આરોપી મહિલા પર અનેક પ્રકારના કેસ નોંધાય છે. જેમાં હત્યા, લૂંટ, હુમલો, ડ્રગની દાણચોરી અને પુરાવા સાથે ચેડાનો સમાવેશ થાય છે.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે, વધુ પીડિતો હોઈ શકે છે. ડ્રગના ઓવરડોઝને કારણે થયેલા મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે. પાંચમો વ્યક્તિ, જે આરોપી ઓબોર્નનો શિકાર બનીને બચી ગયો છે, તે પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ કથિત સિરિયલ કિલર વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે.





