/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Shanna-Khan-Pakistan-Richest.jpg)
શન્ના ખાનની કુલ સંપત્તિ, કારકિર્દી, શિક્ષણ (ફાઈલ ફોટો)
શન્ના ખાનની કુલ સંપત્તિ, કારકિર્દી, શિક્ષણ : શાહિદ ખાન પાકિસ્તાનનો સૌથી ધનિક વ્યક્તિ છે. પરંતુ શું તમે જાણો છો કે, તેમની પુત્રી શન્ના ખાન એક દાનવીર તરીકે ઓળખાય છે. તાજેતરમાં, શન્નાએ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ વેટરનરી ટીચિંગ હોસ્પિટલને 123 કરોડ રૂપિયાનું દાન આપીને હેડલાઇન્સ બનાવી હતી. શન્ના ખાન તેના પિતા શાહિદ ખાનનો બિઝનેસ પણ સંભાળે છે. શાહિદ ખાને સ્પોર્ટ્સ ક્ષત્રમાં મોટું રોકાણ કર્યું છે અને તેને સ્પોર્ટ્સ ટાયકૂન પણ કહેવામાં આવે છે. તે પોતાની વૈભવી જીવનશૈલી અને સાદગીભર્યા જીવન માટે પણ જાણીતા છે.
શાહિદ ખાનની કુલ સંપત્તિ 97,276 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પુત્રી શન્ના ખાનની નેટવર્થ પણ લાખો ડોલરમાં છે. શાહિદ ખાન નેશનલ ફૂટબોલ લીગ (NFL)માં જેક્સનવિલે જગુઆર્સ અને પ્રીમિયર લીગમાં ફુલહામ એફ.સી. ના માલિક છે. ઉલ્લેખનીય છે કે, શાહિદ ખાનનો પુત્ર ટોની ખાન તેના સ્પોર્ટ્સ વેન્ચરનું ધ્યાન રાખે છે. આ સિવાય તે તેના પિતા સાથે ઓલ એલિટ રેસલિંગ (AEW) ની માલિકી પણ ધરાવે છે છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સરખામણી કરવામાં આવે તો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જવાબદારી હવે તેમના બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણીના હાથમાં છે.
શાના લાઈમલાઈટથી દૂર રહે છે
શાહિદ ખાનની દીકરીની વાત કરીએ તો શન્ના ખાન સામાન્ય રીતે ચર્ચાઓથી દૂર રહે છે. અને તેણી તેના દાન અને દેખાવને કારણે હેડલાઇન્સ બનાવે છે. તે જગુઅર્સ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી કરે છે અને પરોપકારી કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેની ગણતરી પાકિસ્તાનની સૌથી અમીર મહિલાઓમાં થાય છે.
શન્ના ખાન નેટ વર્થ
અહેવાલો અનુસાર, શન્ના ખાનની કુલ સંપત્તિ 20 મિલિયન ડોલરથી વધુ છે. 37 વર્ષની શન્નાનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય પરંતુ, તે અમેરિકા ઉપરાંત પાકિસ્તાનમાં પણ બિઝનેસ કરે છે. તે બંને દેશોમાં સમય વિતાવે છે
શન્ના ખાનનો જન્મ અને શિક્ષણ ઇલિનોઇસ, યુએસએમાં થયું હતું. પરંતુ પાકિસ્તાની વારસો તેના મૂળમાં છે. તેણે દાનવીર, ઉદ્યોગપતિ અને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે પોતાનો માર્ગ બનાવ્યો છે. કોંગ્રેસ માટે જિલ્લા સહાયક તરીકેની ભૂમિકા ઉપરાંત, શન્ના યુનાઈટેડ માર્કેટિંગ કંપનીના સહ-માલિક પણ છે. આ કંપની એક વિશિષ્ટ પેકેજિંગ ડિઝાઇન સંસ્થા છે.
પાકિસ્તાનના સૌથી મોંઘા લગ્ન
ઘણુ મોટુ ડોનેશન આપવા છતાં, શન્નાની નેટવર્થ ઘણી વધારે છે. શન્ના અને જસ્ટિનના લગ્ન 11 એપ્રિલ 2015ના રોજ થયા હતા, જેની ગણતરી પાકિસ્તાનના સૌથી મોંઘા લગ્નોમાં થાય છે.
આ પણ વાંચો - મુકેશ અંબાણી, રતન ટાટા, અઝીમ પ્રેમજી નહીં! આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર
શન્નાનું ધ્યાન પ્રતિભાશાળી યુવાનો અને તેમના પરિવારોને ટેકો આપવા પર છે. તેણીએ જસ્ટિન મેકકેબ સાથે લગ્ન કર્યા છે. તેમના પતિ વુલ્ફ પોઈન્ટ એડવાઈઝર્સના મેનેજિંગ ડિરેક્ટર છે.
લગ્નમાં, શન્નાને તેની માતાએ હીરાનું બર્ડ ઑફ પેરેડાઇઝ બ્રોચ આપ્યું હતું. ત્યારે તેમના લગ્નમાં ડેકોરેશન અને ફૂડ પાછળ ખર્ચવામાં આવેલા પૈસાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર શન્ના અને જસ્ટિનની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. અને પહેલી જ મીટિંગમાં જસ્ટિને શન્ના પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. આ પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને પછી આ સિલસિલો લગ્ન સુધી પહોંચ્યો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us