સોમાલિયામાં જહાજનું અપહરણ, 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હાજર, ભારતીય નૌકાદળ હરકતમાં

Ship Hijacked in Somalia: સોમાલિયાના દરિયાકાંઠેથી MV Lila Norfolk જહાજ હાઇજેક કરાયું છે. જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ છે. ભારતીય નૌકાદળ હરકતમાં આવ્યું છે અને બચાવ કામગીરી શરુ કરી છે.

Ship Hijacked in Somalia: સોમાલિયાના દરિયાકાંઠેથી MV Lila Norfolk જહાજ હાઇજેક કરાયું છે. જેમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ છે. ભારતીય નૌકાદળ હરકતમાં આવ્યું છે અને બચાવ કામગીરી શરુ કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian Navy | Ship Hijacked in Somalia | Gujarati News

Ship Hijacked: સોમાલિયામાં વધુ એક જહાજનું અપહરણ (પ્રતિકાત્મક ફોટો)

સોમાલિયામાં ફરી એકવાર જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે. સોમાલિયાના દરિયાકાંઠેથી અપહરણ કરાયેલા આ જહાજમાં 15 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર પણ હાજર હોવાનું સામે આવ્યું છે. ભારતીય ક્રુ મેમ્બરને બચાવવા માટે ભારતીય નૌકાદળ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરી છે.

Advertisment

'MV LILA NORFOLK' નામના જહાજને સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરવામાં આવ્યું છે. ગઈ કાલે જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભારતીય સેના તેના પર કડક નજર રાખી રહી છે.

સૈન્ય અધિકારીએ કહ્યું કે ભારતીય નૌકાદળ અપહરણ કરાયેલા જહાજ 'એમવી લીલા નોરફોક' પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેની માહિતી ગઈકાલે સાંજે મળી હતી. સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા લાઇબેરિયન ધ્વજવાળા જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર છે. ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે.

સૈન્ય અધિકારીએ માહિતી આપી હતી કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ અપહરણની સ્થિતિનો સામનો કરવા માટે અપહરણ કરાયેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ