Robot Killed Worker In South Korea : વિજ્ઞાન વરદાન અને અભિશાપ બંને છે… એટલે કે વિજ્ઞાનનો ચમત્કાર મનુષ્ય માટે ફાયદાકારક અને નુકસાનકારક પણ હોઈ શકે છે…આનું ઉદાહરણ દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું છે. અહીં એક કૃષિ પેદાશ વિતરણ કેન્દ્રમાં રોબોટે એક માણસને કચડીને મારી નાખ્યો છે. ખરેખર, રોબોટ શાકભાજીના બોક્સને ખસેડી રહ્યો હતો. આ દરમિયાન તેનું સેન્સર બગડી ગયું. આ દરમિયાન તે 40 વર્ષના કામદાર માણસને મરચાનો બોક્સ સમજી બેઠો, રોબોટનો હાથે તે માણસને પકડ્યો, ત્યારબાદ તેણે શરીરના ઉપરના ભાગને કન્વેયર બેલ્ટ પર ધકેલી દીધો. જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની યોનહાપ પોલીસે પુષ્ટિ કરી છે. ચાલુ વર્ષે દક્ષિણ કોરિયામાં આવી બીજી ઘટના છે. આ ઘટના જણાવે છે કે જ્યાં રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સુરક્ષાને લઈને કેટલી સાવધાની રાખવાની જરૂર છે.
રોબોટિક્સ કંપનીમાં કર્મચારી હતો મૃતક
મૃતકની ઉંમર 40 વર્ષની હતી. તે એક રોબોટિક્સ કંપનીમાં કર્મચારી હતો. તે દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં કૃષિ પેદાશોના વિતરણ કેન્દ્રમાં કરતો હતો. હકીકતમાં રોબોટ કેપ્સિકમથી ભરેલા બોક્સ ઉપાડી રહ્યો હતો. આ દરમિયાન રોબોટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના લીધે ભૂલથી રોબોટ વ્યક્તિને મરચાનું બોક્સ સમજી બેઠો. ત્યારબાદ રોબોટે તે વ્યક્તિને કન્વેયર બેલ્ટથી પકડી લીધો અને વ્યક્તિને કન્વેયર બેલ્ટથી નીચે ધકેલી દીધો. જેના કારણે મોઢા અને છાતીના ભાગે ઇજાઓ થતાં વ્યક્તિનું દર્દનાક મોત નીપજ્યું હતું.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મરચાનુ શોર્ટિંગ કરવા માટે લગાવવામાં આવેલા રોબોટમાં સેન્સરમાં ખામી હતી. આ કારણોસર રોબોટ માનવ અને બોક્સ વચ્ચેનો તફાવત અનુભવી શક્યો નહીં. જેના કારણે આ ઘટના બની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યુ છે.





