Indonesia Earthquake : ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા

indonesia Earthquake latest updates : ઇન્ડોનેશિયાઈ ભૂવિજ્ઞાનિક એજન્સી અનુસાર બાલી અને લોમ્બોકના તટીય વિસ્તારમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણાકરી પ્રમાણે ઇન્ડોનેશિયામાં ભૂકંપની શરુઆતમાં બે ઝાટકા અનુભવાયા હતા.

indonesia Earthquake latest updates : ઇન્ડોનેશિયાઈ ભૂવિજ્ઞાનિક એજન્સી અનુસાર બાલી અને લોમ્બોકના તટીય વિસ્તારમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણાકરી પ્રમાણે ઇન્ડોનેશિયામાં ભૂકંપની શરુઆતમાં બે ઝાટકા અનુભવાયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
earthquake | earthquake news | Gujarat News

ભૂકંપની પ્રતિકાત્કમ તસવીર

Indonesia Earthquake : ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ યુરોપીયન ભૂમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના હવાલાથી જાણકારી આપતા કહ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર ઈન્ડોનેશિયાના માતરમથી 201 કિલોમીટર ઉત્તરમાં ધરતીની સપાટીથી 518 કિલોમીટર નીચે હતું.

Advertisment

બીજી તરફ અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ભૂકંપની તીવ્રતા 7.1 જણાવી હતી. ઇન્ડોનેશિયાઈ ભૂવિજ્ઞાનિક એજન્સી અનુસાર બાલી અને લોમ્બોકના તટીય વિસ્તારમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણાકરી પ્રમાણે ઇન્ડોનેશિયામાં ભૂકંપની શરુઆતમાં બે ઝાટકા અનુભવાયા હતા. જોકે, તેની તીવ્રતા 6.1 અને 6.5 માપવામાં આવી હતી.

સ્થાનિક રિપોર્ટ પ્રમાણે ભૂકંપની કેન્દ્ર પશ્વિમ નુસા તેંગારા, બંગસલની પાસે 525 કિમી ઉંડાઈ પર જણાવવામાં આવ્યું હતું. સમુદ્રની ઉંડાઈથી ભૂકંપના આંચકા બાદ અત્યારે સુનામીની ચેતવણી રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના ભૂકંપની દ્રષ્ટીથી ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

છેલ્લા 100 વર્ષમાં જ અહીં 130થી વધારે ભૂકંપ 7થી વધારે તીવ્રતાના અનુભવાયા છે. આ પહેલા 2005માં 28 માર્ચે ઈન્ડોનેશિયામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ પહેલા 1300થી વધારે લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ ભૂકંપ વિશ્વ