Earthquake In Nepal : નેપાળમાં શુક્રવારે મધ્યરાત્રીએ જોરદાર ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે મધ્યરાત્રિએ આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં દેશના ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં ધરતી ધ્રુજારીને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઈમારતો ધરાશાયી થવાને કારણે અને કોમ્યુનિકેશન લિંક્સ ખોવાઈ જવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. કાઠમંડુ પોસ્ટ અનુસાર, પશ્ચિમ નેપાળમાં 128 લોકોના મોત થયા છે અને 140થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ભૂકંપના કેન્દ્ર કાઠમાંડૂથી 331 કિમી પશ્વિમ જાજરકોટમાં 10 કીમીની ઉંડાઈમાં હતું
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર નેપાળના અયોધ્યાથી લગભગ 227 કિલોમીટર ઉત્તર અને કાઠમાંડુથી 331 કિલોમીટર પશ્વિમ ઉત્તર પશ્વિમમાં જાજરકોટમાં 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. રાત્રે આશરે 11.32 વાગ્યા પર આ ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળ્યા હતા. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે.
ગાઠ અંધારું હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ
અધિકારીઓ પ્રમાણે આપદા બાદ ગાઢ અંધારું હોવાના કારણે પડેલી ઈમારતો અને ભવનોની અંદર અસરગ્રસ્તોને બહાર કાઢવા માટે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા એજન્સીઓ અને બચાવ દળના કર્મચારી સુરક્ષિત લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં લાગ્યા છે.
વડાપ્રધાન પુષ્પ કમલ દહલે બચાવ અને રાહત માટે ત્રણ સુરક્ષા યુનિટોને લગાવી છે
વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આપદા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સુરક્ષા એજન્સીઓ તરત જ બચાવ અને રાહત કાર્યોમાં સામેલ થવાનો આદેશ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયથી એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનાર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તાત્કાલિક બચાવ અને રાહત માટે ત્રણ સુરક્ષા યુનિટોને તૈનાત કરી છે.