/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/pm-modi-sudan.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુડાનની તસવીર
સૂડાનમાં અસુરક્ષાની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અધિકારીઓના સંઘર્ષ-ગ્રસ્ત દેશમાં ફસાયેલા લગભગ 3000 ભારતીય નાગરિકો માટે યોજના તૈયાર કરવાનો નિર્દેશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ થકી સૂડામાં સુરક્ષા હાલતાની સમીક્ષા કરી હતી. સૂડાનમાં ઇદ પહેલા 72 કલાકના સંઘર્ષ વિરામની ઘોષણા વચ્ચે વડાપ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોના નિકાળવા અને તેમને સુરક્ષિત જગ્યા પહોંચવા માટે પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
સૂડાનના હાલાત પર વડાપ્રધાન મોદીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી હાઈ લેવલ મીટિંગમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નૌસેના અને વાયુસેનાનો પ્રમુખોની સાથે સૂડાનમાં ભારતના રાજદૂત સહિત અનેક વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત હતા. બેઠકના દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂડાનમાં હાલના ઘટનાક્રમોની આકલન કર્યું હતું. સાથે જ આશરે 3000થી વધારે ભારતીય નાગરિકોની સુરક્ષા અને જમીની હાલત પર રિપોર્ટ લીધી.
અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન, જાપાન અને દક્ષિણ કોરિયા તેમના દેશોમાં સામેલ છે. જે સૂડાનથી પોતાના નાગરિકોને નીકાળવા માટે આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સૂડાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ગૃહયુદ્ધની સ્થિતિ ભયાવહ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે સૂડાનમાં અનેક ભારતીય પણ ફસાલા છે. જેમાં કર્ણાટક 31 આદિવાસી સમુદાયના લોકો પણ સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us