Syrian Civil War: સીરિયામાં બે દિવસમાં 1000થી વધુ લોકોના મોત, ફરી લોહિયાળ યુદ્ધ કેમ ફાટી નીકળ્યું?

Syria Clashes Latest Updates: સીરિયામાં તાજેતરમાં 14 વર્ષની આ સૌથી મોટી હિંસા થઇ છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આગામીદિવસોમાં સ્થિતિ વણસી શકે છે, વિસ્ફોટક બની શકે છે.

Syria Clashes Latest Updates: સીરિયામાં તાજેતરમાં 14 વર્ષની આ સૌથી મોટી હિંસા થઇ છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આગામીદિવસોમાં સ્થિતિ વણસી શકે છે, વિસ્ફોટક બની શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Syrian Civil War | Syrian War | Syria Clashes

Syrian Civil War: સીરિયા ગૃહ યુદ્ધ.

Syria Clashes Latest Updates: સીરિયામાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે, છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ લોકોના કરૂણ મોત થયા છે. આ ઉપરાંત 745 નાગરિકો એવા પણ છે જેમને નજીકથી ગોળી મારવામાં આવી છે, 125 સુરક્ષાકર્મીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હિંસામાં સીરિયાનું શહેર લતાલિયા સૌથી વધુ પ્રભાવિત હોવાનું કહેવાય છે કારણ કે માત્ર લોકોએ જ પોતાનો જીવ ગુમાવ્યો નથી, પરંતુ વીજળી અને પાણીનો પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો છે.

Advertisment

નિષ્ણાંતોનું માનવું છે કે, સીરિયામાં 14 વર્ષમાં આ સૌથી મોટી હિંસા છે, કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં સ્થિતિ વણસી શકે છે, વિસ્ફોટકો બની શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સમયે સીરિયામાં અસદના સમર્થકો અને સરકારી સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

સીરિયામાં હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે ગુરુવારે જેબલાહ શહેરમાં સુરક્ષા દળોએ એક વ્યક્તિની અટકાયત કરી હતી, પરંતુ તે સમયે અસદના નજીકના ત્યાં ઘાત લગાવીને બેઠાં હતા, જેવા જ સરકારી સૈનિકો નજીક આવ્યા, ત્યાં હુમલો કરી દીધો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.

તે એક હુમલા બાદ વર્તમાન સરકાર પ્રત્યે વફાદારી દાખવનારા સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ ઉગ્ર હિંસા આચરી હતી. તેઓએ અસદના લઘુમતી અલાવી સમુદાયના સભ્યોને નિશાન બનાવીને તેમની હત્યા કરી હતી. આ કારણે છેલ્લા બે દિવસથી સૌથી વધુ લોહિયાળ અથડામણો જોવા મળી છે. સીરીયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા 2021 ના એક અહેવાલમાં, ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે બશર અલ-અસદના કાર્યકાળ દરમિયાન 100,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં સૈદનાયા જેલમાં 30,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Advertisment

પરંતુ આ વખતે હિંસાને સૌથી ખરાબ માનવામાં આવે છે, બદલો લેવાની આગમાં ઘણા લોકો માર્યા ગયા છે. મીડિયા સાથે વાત કરતા અનેક લોકોએ પોતાની આપવીતી જણાવી છે. ઘણા પાડોશીઓ માર્યા ગયા છે, તેમને કબરમાં દફનાવવાની કોઈ જગ્યા નથી.

વિશ્વ