Taliban Women Education: અફઘાનિસ્તાન (Afghanistan) ની તાલિબાન (Taliban) સરકારેએ અફઘાની છોકરીઓ માટે યુનિવર્સીટી એજ્યુકેશન પર અનિશ્ચિતકાળ સુધી બેન લગાવી દીધો છે. દુનિયાભરમાં આ નિર્ણયને લઈને વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ત્યાં તાલિબાનના શિક્ષા મંત્રી નિદા મોહમ્મ્દ નદીમનું માનવું છે કે વિશ્વવિધાયલયોમાં કેટલાક એવા વિષય અભ્યાસમાં સામેલ છે જે ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેથી બેન લગાવ્યો હતો.
અફઘાનિસ્તાનના વિશ્વવિદ્યાલયોમાં મહિલાઓ પર લાગી રોક:
તાલિબાનના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ ગુરુવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના વિશ્વવિધાલયોમાં મહિલાઓ માટે બેન લાગ્યો છે કારણ કે છોકરીઓ યોગ્ય ડ્રેસ કોડ અને તમામ નિર્દેશોનું પાલન તેમના દ્વારા થતું નહોતું. સમાચાર એજેન્સી એપી મુજબ, તાલિબાન ઉચ્ચ શિક્ષણ પ્રમુખએ કહ્યું હતું કે મહિલાઓ પુરુષોને મળે છે તે ન થાય તેથી તેઓએ વિશ્વ વિદ્યાલયો પર પ્રતિબંધિત કરી હતી. વિશ્વવિદ્યાલયોના અભ્યાસમાં ઇસ્લામી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Covid in China: ચીનમાં બ્લડ અને દવાની અછત, રોજના 5000 મોતનો અંદાજ, 10 પોઈન્ટમાં જાણો ચીનની સ્થિતિ
ગયા અઠવાડિયે વિશ્વવિધાયલયોમાં મહિલાઓ પર રોક લગાવ્યા પછી અફઘાનિસ્તાનની મહિલાઓના એક ગ્રૂપે ગુરુવારે કાબુલમાં તાલિબાનના આદેશ વિરુદ્ધ પ્રદર્શનો કાર્ય હતા. પ્રદર્શન કરતા કેટલીક મહિલાઓની ધરપકડ પણ કરાઈ હતી.