Tawang Sector: અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઇ હતી. ચીનની પીએલએએ (PLA) સરહદ પર એકતરફી રીતે યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને ચીનના સૈનિકોને પાછળ જવા મજબૂર કર્યા હતા. સતત બીજી વખત ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઝડપ પછી ચીનના વિદેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છે.
અમે ભારત સાથે કામ કરવા તૈયાર – ચીન
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ (Wang Yi) કહ્યુ કે અમે ચીન-ભારતના સંબંધોને ફરીથી સ્થિર અને મજબૂત વિકાસની દિશામાં લઇ જવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ. બન્ને દેશોએ રાજનયિક ચેનલોના માધ્યમથી સંવાદ બનાવી રાખ્યો છે અને સરહદી ક્ષેત્રોમાં સ્થિરતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચો – તવાંગ પર ચીનની નજર માત્ર જમીન-રાજનીતિ જ નહીં, આધ્યાત્મિકતા પણ એક કારણ છે – રિપોર્ટ
ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન અને ભારતે રાજનયિક અને મિલિટ્રી-ટૂ-મિલિટ્રી ચેનલોના માધ્યમથી સંવાદ બનાવી રાખ્યો છે. બન્ને દેશો સરહદના ક્ષેત્રોમાં સ્થિરતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન ભારત અને ચીન દ્વારા 20 ડિસેમ્બરે 17મી કમાન્ડર સ્તરીય વાર્તા આયોજિત કરવા અને પશ્ચિમી ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા બનાવી રાખવા પર સહમત થયા પછી આવ્યું છે.
બન્ને પક્ષો વાતચીત ચાલું રાખશે – વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે અંતરિમ સમયમાં બન્ને પક્ષો પર પશ્ચિમી ક્ષેત્રમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા બનાવી રાખવા માટે સહમત થયા છે. MEA તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને પક્ષો નિકટ સંપર્કમાં રહેવા અને સૈન્ય, રાજનયિક ચેનલોના માધ્યમથી વાતચીત બનાવી રાખશે. સાથે જલ્દી બાકીના મુદ્દાનો સમાધાન પર કામ કરવા સહમત થશે.





