Terrorist attack on Karachi police headquarters: પાકિસ્તાનના શહેર કરાચીમાં (Karachi)શુક્રવારે આતંકવાદીઓએ પોલીસ મુખ્યાલય પર હુમલો કર્યો હતો. કરાચી પોલીસ મુખ્યાલયમાં ઘુસેલા બધા આતંકીઓને પાકિસ્તાની રેંજર્સે ઠાર કર્યા છે. ત્રણ આતંકવાદીઓ સાથે એક પોલીસકર્મી અને ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસકર્મીઓએ આ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. પાકિસ્તાનના જિયો ન્યૂઝના મતે પોલીસ મુખ્યાલયની અંદર આતંકવાદી છે અને બન્ને તરફથી ગોળીબારી થઇ રહી છે. સ્થાનીય મીડિયાના મતે હથિયારબંધ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને શહેરના મુખ્ય માર્ગ પાસે મુખ્યાલયની બહાર જબરજસ્ત ગોળીબારીનો અવાજ આવી રહ્યો છે. આતંકવાદીઓ હાથમાં ઓટોમેટિક બંદુકો છે.
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સંબંધિત ડીઆઈજીને પોતાના ઝોનથી કર્મીઓને મોકલવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ મુખ્યાલય પર હુમલો સ્વીકાર્ય નથી.
આ પણ વાંચો – યુક્રેનમાં યુદ્ધનું એક વર્ષ, પશ્ચિમી ગઠબંધન, રશિયાની સ્થિતિ, ભારતની ચિંતા
સદર પોલીસ સ્ટેશન,જે પોલીસ મુખ્યાલય કાર્યાલયની પાસે છે. તેણે પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સ્ટેશન હુમલાની ચપેટમાં આવ્યું છે. એસએચઓ પીઆઈ ખાલિદ હુસૈન મેમણે જણાવ્યું કે અજાણ્યા આરોપીઓએ કરાચી પોલીસ કાર્યાલય પાસે સદર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. દરેક જગ્યાએ ગોળીબારી થઇ રહી છે.
સાઉથ ડીઆઈજી ઇરફાન બલૂચે ડોન ન્યૂઝ ટીવીને જણાવ્યું કે ગોળીબારી થઇ રહી છે પણ સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા પર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરતા કહ્યું કે તેની પૃષ્ટી ત્યારે જ થઇ શકે જ્યારે અધિકારી ક્ષેત્રમાં નિરીક્ષણ કરશે.