Earthquake in papua new guinea : સોમવારે ઓસ્ટ્રેલિયા પાસે સ્થિત પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 નોંધાઈ હતી. ભૂકંપ તટીય શહેર વેવાકથી 97 કિલોમીટર દૂર 62 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે તિબેટના શિજાંગમાં પમ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ભૂકંપ પછી લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા.
સુનામીની ચેતવણી
પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું ત્યાં વસ્તી ઓછી હતી. અત્યારે ભૂકંપ બાદ નુકસાનનો તાગ મેળવાઇ રહ્યો છે. આ પહેલા ટર્કી અને સીરિયામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 45 હજારથી વધારે લોકોના જીવ ગયા હતા.
તિબેટમાં આવેલા ભૂકંપની કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈ સાથે 33.54 ડિગ્રી ઉત્તર અક્ષાંસ અને 84.41 ડિગ્રી પૂર્વી દેશાંતર પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. અત્યારે ત્યાં કોઇજ પ્રકારની જાનહાની કે નુકસાન થયાના સમાયા સામે આવ્યા નથી.
કેમ આવે છે ભૂકંપ?
ઉલ્લેખનીય છે કે પૃથ્વીની અંદર કુલ 7 ટેક્ટોનિક પ્લેટ્સ છે. આ પ્લેટ સતત ફરતી રહે છે. જ્યારે પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે ત્યારે ઘર્ષણ પેદા થાય છે. જેના કારણે ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. જે 1થી લઇને 9 સુધી હોય છે. સૌથી ઓછો 1 અને સૌથી વધારે 9 માનવામાં આવે છે. સામાન્ય રીતે 6થી વધારે તીવ્રતાના ઝાટકા ભારે ભૂકંપની શ્રેણીમાં આવે છે.