ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5ના મોત, રવાના થયાના 2 કલાકમાં જ ટાઈટન સબમરીનનો સંપર્ક તૂટી ગયો હતો

Titanic tourist submersible missing : ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી ટાઈટન સબમરિન ગુમ થયા બાદ સંપર્ક વિહોણી થઈ હતી, જેમાં પાકિસ્તાન, બ્રિટશના ઉદ્યોગપતિ સહિત પાંચના મોત થયા છે.

Titanic tourist submersible missing : ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી ટાઈટન સબમરિન ગુમ થયા બાદ સંપર્ક વિહોણી થઈ હતી, જેમાં પાકિસ્તાન, બ્રિટશના ઉદ્યોગપતિ સહિત પાંચના મોત થયા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Titanic tourist submersible missing

ટાઈટેનિક જહાજ કાટમાળ જોવા ગયેલા ઉદ્યોગપતિ સહિત પાંચના મોત

Titanic ship tour Titan Submarine missing : ગુમ થયેલ ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકો એટલાન્ટિક મહાસાગરમાં મૃત્યુ પામ્યા છે. આ તમામ ડૂબી ગયેલા જહાજો ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangate Expeditions એ આ વાતની પુષ્ટિ કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. 18 જૂનના રોજ આ લોકો દરિયાઈ પ્રવાસે નીકળ્યા હતા અને સબમરીન રવાના થયાના બે કલાક બાદ જ તેcની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

Advertisment

એક દિવસ પહેલા જ કંપનીએ સબમરીન ગુમ થવાની માહિતી આપી હતી

મૃતકોમાં કેપ્ટન અને 4 મુસાફરોનો સમાવેશ થાય છે. ગુરૂવારે (22 જૂન, 2023), ઓશનગેટ એક્સપિડિશન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સબમરીનના પાઇલટ અને ચીફ એક્ઝિક્યુટિવ સ્ટોકટન રશ, પાકિસ્તાની અબજોપતિ શહજાદા દાઉદ, તેમનો પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમેન હમિશ હાર્ડિંગનો અને પોલહેનરી નરગીયોલેટ ગુમ થયા હતા.

ઓક્સિજન માટે 96 કલાકની સમયમર્યાદા ગઈકાલે પૂરી થઈ ગઈ હતી

સબમરીનમાં ઓક્સિજનની ઉપલબ્ધતા માટેની સમય મર્યાદા 96 કલાક હતી, જે ગઈકાલે સમાપ્ત થઈ ગઈ છે. જ્યારે સબમરીન ઉત્તર એટલાન્ટિકમાં તેની સફર પર નીકળ્યું હતું, ત્યારે ક્રૂ પાસે માત્ર ચાર દિવસ માટે ઓક્સિજન હતો. નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ એક અંદાજ છે, અને જો સબમરીન પર સવાર લોકો ઓક્સિજન બચાવવા માટે પગલાં લે તો સમયમર્યાદા લંબાવી શકાય છે.

તેઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, રવિવારની સવારે સબમરીન ગુમ થઈ જતાં તેઓ જીવિત છે કે કેમ તે પણ જાણી શકાયું નથી.ટાઈટેનિક એ વિશ્વનું સૌથી મોટું સ્ટીમ એન્જિન સંચાલિત પેસેન્જર જહાજ હતું. એટલાન્ટિક મહાસાગરમાં તેની પ્રથમ સફર પર ચાર દિવસ પછી, એપ્રિલ 1912 માં એક આઇસબર્ગ સાથે અથડાયા પછી તે ડૂબી ગયું હતું. ગયા વર્ષે આ જહાજનો કાટમાળ રોડ આઇલેન્ડના દરિયાકિનારે મળી આવ્યો હતો.

Advertisment

ટાઈટેનિકનો કાટમાળ જોવા 2 કરોડની ટિકિટ ખર્ચી ગયા હતા

આ આઠ દિવસની પર્યટન યાત્રાની ટિકિટ અઢી લાખ ડોલર (લગભગ બે કરોડ રૂપિયા) હોય છે. આ ટૂર દરમિયાન સબમરિન ટાઇટેનિક જહાજના કાટમાળ પાસે દરિયામાં 3800 મીટર નીચે ડુબકી લગાવે છે. ટાઇટેનિકનો કાટમાળ ઉત્તરી અમેરિકાના દરિયાના સૌથી નજીકના બિંદુ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોસથી 700 કિલોમીટર દૂર એટલાંટિક મહાસાગરમાં છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ