પાકિસ્તાના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. તોશાખાના કેસમાં તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખની ધરપકડ કરવા માટે પોલીસ ઇસ્લામાબાદના જમાન પાર્ક સ્થિત તેમના આવાસ પર પહોંચી ગઇ છે. જોકે પૂર્વ પીએમ ઇમરાન ખાનને ઘરમાંથી ગાયબ બતાવવામાં આવી રહ્યા છે. ધરપકડ કરવા પહોંચેલી પોલીસ ખાલી હાથે પરત ફરી છે. ઇમરાન ખાનની બહાર PTI સમર્થકોનો જમાવડો જોવા મળ્યો છે. સમર્થકોનું કહેવું છે કે કોઇપણ કિંમતે ઇમરાન ખાનની ધરપકડ થવા દઇશું નહીં. બીજી તરફ પોલીસનું કહેવું છે કે સરકારી કામમાં વિધ્નરૂપ બનનાર સાથે કડકાઇથી નિપટવામાં આવશે. ઇમરાન ખાનને થોડા દિવસો પહેલા ઇસ્લામાબાદ કોર્ટે સરકારી ખજાના (તોશાખાના)ના કરોડો રૂપિયાની ભેટ રસ્તામાં વેચી દેવાના આરોપી માન્યા છે. જે પછી તેમની સામે બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના મીડિયાના રિપોર્ટ પ્રમાણે તોશખાના મામલામાં પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે ઇસ્લામાબાદના જમાન પાર્ક સ્થિત આવાસ પર પોલીસ રવિવારે પહોંચી છે. ઇસ્લામાબાદ પોલીસ આવ્યા પછી પીટીઆઈ કાર્યકર્તા લાહોરમાં ઇમરાન ખાનના નિવાસસ્થાન પર એકઠા થયા છે. ઇસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે પૂર્વ પીએમની ધરપકડ કરવાની કોઇ યોજના નથી.
આ પણ વાંચો – G-20 વિદેશ મંત્રીઓની બેઠક પછી કોઈ સંયુક્ત સંદેશા વ્યવહાર નહી: બે વિવાદિત ફકરા શું હતા?
ઇમરાન ખાને સોશિયલ મીડિયા દ્વારા મેસેજ કરીને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને એકઠા થવા માટે કહ્યું છે. આ પછી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે હંગામો થઇ શકે છે. પાકિસ્તાનના મીડિયાએ તેની પૃષ્ટી કરતા જણાવ્યું કે ઇમરાન ખાન સામે ધરપકડ વોરન્ટ ઇસ્લામાબાદથી જાહેર થયું છે.
અતિરિક્ત સત્ર ન્યાયધીશ જફર ઇકબાલે 28 ફેબ્રુઆરીના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું હતું. જિયો ન્યૂઝે જણાવ્યું કે ઇસ્લામાબાદ પોલીસ પીટીઆઈ પ્રમુખની ધરપકડ કરવા માટે લાહોરમાં છે. સૂત્રોના મતે બધી કાનૂની આવશ્યકતાઓ પુરી થયા પછી ઇમરાન ખાનની ધરપકડ થઇ શકે છે.
પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ આપી ચેતવણી
પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ઇમરાન ખાનની ધરપકડ વિશે આવી રહેલા સમાચાર પર પ્રતિક્રિયા આપતા ચેતવણી આપતા કહ્યું કે જો સરકાર પૂર્વ પ્રધાનમંત્રી સામે પગલા ભરશે તો દેશમાં સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. પાકિસ્તાનને વધારે સંકટમાં ન મુકે અને સમજદારીથી કામ લે.
શું છે તોશાખાના કેસ?
તોશાખાનામાં અન્ય દેશોની સરકારો રાજ્યોના વડાઓ અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટો રાખવામાં આવે છે. ઈમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી. આ સાથે અન્ય પણ ઘણી કિંમતી ભેટો હતી જે ઈમરાન ખાને તોશાખાનામાં જમા કરાવી હતી. પરંતુ બાદમાં ઈમરાન ખાને તેમને સસ્તા ભાવે ખરીદી અને ઘણા નફામાં વેચી દીધી હતી. ઇમરાન ખાને ચૂંટણી પંચને કહ્યું હતું કે તેણે તોશાખાનાથી આ બધી ભેટોને 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વેચવા પર તેમને 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે પછી ખુલાસો થયો હતો કે આ રકમ 20 કરોડથી વધારે હતી.