/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/shower-woman.jpg)
US Waterhead Policy: યૂએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વોટરહેડ નીતિ રદ કરતાં અમેરિકનો શાંતિથી નહાવાની મજા માણી શકશે (ફોટો ક્રેડિટ ફ્રિપીક)
અમેરિકનો માટે સારા સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાવરહેડ અને અન્ય ઘરેલું ઉપયોગ પર પાણીના પ્રેશર અંગેની નીતિ રદ કરવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર પર સહી કરી છે. યૂએસ વોટરહેડ પોલિસી રદ થતાં હવે અમેરિકનો બાથરુપમાં શાંતિથી નહાવાની મજા લઇ શકશે. અગાઉ આ નિયમ અંતર્ગત પાણીના પ્રેશર પર મર્યાદા લાગેલી હતી.
વ્હાઇટ હાઉસમાં વોટરહેડ પોલિસી રદ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, આપણને હવે આ બિનજરુરી પ્રતિબંધોથી છુટકારો મળવા જઇ રહ્યો છે. હું મારા સુંદર વાળનું ધ્યાન રાખવા માટે ફુવારા નીચે નહાવાનું પસંદ કરીશ. અગાઉ માટે સારી રીતે નહાવાના માટે ફુવારા નીચે 15 મિનિટ સુધી ઉભા રહેવું પડતું હતું.
મેક શાવર ગ્રેટ અગેઇન વોટરહેડ પ્રેશર પોલિસી ખતમ કરતાં ટ્રમ્પે એવું કહ્યું કે, એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પાણી ઘણું છે. એ જોઇ લોકો ત્યાં ઘર ખરીદે છે. પરંતુ જ્યારે તેઓ સિન્ક ખોલે તો ધીમે ધીમે પાણી આવે છે. નહાવા જાય તો પણ પાણી માંડ માંડ આવતું હોય છે. આ બિનજરુરી પ્રતિબંધો છે. જે હટાવવા જરુરી છે.
વોટરહેડ પોલિસી શું છે?
અમેરિકાની વોટરહેડ પોલિસી અંગે વાત કરીએ તો અમેરિકામાં 1992 માં એનર્જી પોલિસી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. પાણી અને ઊર્જા બચાવવાના અભિગમ સાથે ઉપયોગ માટે મર્યાદા નિયત કરાઇ હતી. આ નીતિ હેઠળ શાવરહેડમાં પાણીનો પ્રવાહ પ્રતિ મિનિટ 2.5 ગેલન સુધી મર્યાદિત કરાયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/us-woman-shower.jpg)
ટ્રમ્પ ચૂંટણી વચન
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે પ્રજા સમક્ષ આપેલા વચન પુરા કરવામાં આગળ વધી રહ્યા છે. વિશ્વના દેશો સાથેના વેપારમાં ટેરિફ લાદી ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ચર્ચામાં છે. આ સંજોગોમાં એમણે મેક શાવર ગ્રેટ અગેઇન કહી યૂએસ વોટરહેડ નીતિ રદ કરી છે. અમેરિકનો પાણીના ઓછા પ્રેશરથી પરેશાની અનુભવતા હોવાની વાત એમણે ચૂંટણી પ્રચારમાં કરી હતી અને આ બિનજરુરી નીતિને દુર કરવા વચન આપ્યું હતું. જે એમણે દુર કરી બતાવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us