scorecardresearch

Turkey Earthquake: ભારતીય યુવકનો કાટમાળમાંથી મળ્યો મૃતદેહ, મૃત્યુઆંક 25 હજારને પાર

Turkey Earthquake : તુર્કીમાં ભૂકંપથી એન્ક લોકોના મોત થયા છે, આ બધા વચ્ચે એક ભારતીય (Indian) પણ ગુમ થયો હતો, જેનું એક હોટલના કાટમાળ નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. હાથ પર બનાવેલા ટેટુથી ઓળખ થઈ.

Turkey Earthquake: ભારતીય યુવકનો કાટમાળમાંથી મળ્યો મૃતદેહ, મૃત્યુઆંક 25 હજારને પાર
શક્તિશાળી ભૂકંપે સીરિયા અને તુર્કી બન્ને દેશમાં ભારે તબાહી મચાવી (તસવીર – ટ્વિટર)

Turkey Earthquake: તુર્કીમાં 6 ફેબ્રુઆરીના ભૂકંપ પછી ગુમ થયેલ એક ભારતીય નાગરિક માલત્યામાં એક હોટલના કાટમાળ નીચે મૃત હાલતમાં મળી આવ્યો છે. તુર્કીમાં ભારતીય દૂતાવાસે શનિવારે (11 ફેબ્રુઆરી, 2023) એક ટ્વિટમાં આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે, જેઓ ઉત્તરાખંડના પૌરી જિલ્લાનો રહેવાસી હતો અને બેંગલુરુ સ્થિત કંપનીમાં કામ કરતો હતો. તે કોઈ સત્તાવાર કામ માટે તુર્કી ગયો હતો.

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિજયનો ચહેરો ઓળખવો મુશ્કેલ હતો કારણ કે તેનો ચહેરો સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, પરંતુ તેના એક હાથ પર ‘ઓમ’ શબ્દનું ટેટૂ હતું. વિજય પીન્યા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બેંગલુરુ સ્થિત ઓક્સીપ્લાન્ટ્સ ઇન્ડિયામાં ગેસ પાઇપલાઇન ઇન્સ્ટોલેશન એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તે 22 જાન્યુઆરીએ બેંગ્લોરથી તુર્કી ગયો હતો. તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ પરિવારના સભ્યો વિજયનો સંપર્ક કરી શક્યા ન હતા.

તમને જણાવી દઈએ કે, તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે 25000થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તુર્કીમાં ભારતીય દૂતાવાસ વહેલી તકે મૃતદેહને તેના પરિવારને મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે. તુર્કીમાં ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, “અમે દુઃખ સાથે જાણ કરીએ છીએ કે 6ઠ્ઠી ફેબ્રુઆરીના ભૂકંપ પછી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ માલત્યાની એક હોટલના કાટમાળ વચ્ચેથી મળી આવ્યો છે. ” જેની ઓળખ કરી લેવામાં આવી છે.

અન્ય ટ્વિટમાં, તુર્કીમાં ભારતીય દૂતાવાસે કહ્યું, “તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના.” અમે વહેલામાં વહેલી તકે તેમના પરિવારને મૃતદેહ લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.’ અગાઉ 8 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું હતું કે, ભૂકંપ બાદ એક ભારતીય ગુમ થયો હતો અને અન્ય 10 લોકો ફસાયા હતા. પરંતુ અન્ય દૂરના વિસ્તારોમાં સલામત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તુર્કીમાં રહેતા ભારતીયોની સંખ્યા લગભગ 3,000 છે, જેમાંથી લગભગ 1,800 ઇસ્તંબુલ અને તેની આસપાસ રહે છે, જ્યારે 250 અંકારામાં છે અને બાકીના દેશભરમાં ફેલાયેલા છે. 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે ગૌડ જ્યાં રોકાયો હતો તે હોટલ તૂટી પડી હતી.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે, સત્તાવાળાઓએ ભૂકંપ બાદ ઝડપથી કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ તેમ ન કર્યું. એર્દોગને શુક્રવારે તુર્કીના અદિયામાન પ્રાંતની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે સ્વીકાર્યું કે ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં સરકારનો પ્રતિભાવ એટલો ઝડપી નથી જેટલો હોવો જોઈતો હતો. તેમણે કહ્યું કે, અમારી પાસે અત્યારે વિશ્વની સૌથી મોટી રાહત અને બચાવ ટીમ છે, પરંતુ એ હકીકત છે કે, રાહત અને બચાવ કામગીરી આપણે ઈચ્છીએ તેટલી ઝડપી નથી.

‘તુર્કી-સીરિયામાં હજારો લોકો બેઘર, આઠ લાખથી વધુ લોકોને ખોરાકની જરૂર છે’

ભારે ઠંડીને કારણે હજારો લોકો બેઘર થયા છે અને ખોરાકની અછત છે, પરંતુ તુર્કી અને સીરિયન સરકારોએ ભૂકંપને પગલે રાહત અને બચાવ કામગીરી પર પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે, એમ એસએમએચના અહેવાલમાં જણાવાયું છે. જો કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે વિશ્વના ઘણા દેશો તુર્કી અને સીરિયાની મદદ માટે આગળ આવ્યા છે. આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, સમગ્ર તુર્કી અને સીરિયામાં ઓછામાં ઓછા 8,00,000 લોકોને ખોરાકની જરૂર છે.

Web Title: Turkey earthquake body found of indian youth death toll exceeds 25 thousand

Best of Express