Turkey-Syria Earthquake latest Updates: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભયાનક તબાહી મચી ગઈ છે. તુર્કીમાં છેલ્લા 20 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. શનિવારે તુર્કી – સીરિયામાં મરનારની સંખ્યા 24,000ની નજીક પહોંચી ગઈ છે. જોકે, વરસાર અને ઠંડીના પગલે રાહત અને બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ આવી રહી છે. જોકે, ખરામ મૌસમ વચ્ચે પણ રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરાયું છે.
6 ફેબ્રુઆરીએ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
સોમવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ ઘણા હળવા આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. જેમ જેમ કાટમાળના ઢગલા હટાવવામાં આવી રહ્યા છે તેમ તેમ તેની નીચેથી મૃતદેહો બહાર આવી રહ્યા છે. તે જ સમયે હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુએનએચસીઆર અનુસાર સીરિયા અને તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે સીરિયામાં ઓછામાં ઓછા 5.3 મિલિયન લોકો બેઘર થઈ ગયા છે. ભૂકંપ પછી બંને દેશોમાં ઓછામાં ઓછા 870,000 લોકોને ખોરાકની તાત્કાલિક જરૂરિયાત છે.
ભારતથી NDRFની ટીમ આવી પહોંચી
આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે. એર્દોગને કબૂલ્યું હતું કે સોમવારના ભૂકંપ પછી રાહતકાર્ય એટલુ ઝડપી નથી થયું જેટલું સરકારને દોડાવવાનું હતું. રાહત કાર્ય માટે ઘણા દેશોની ટીમો તુર્કી પહોંચી છે. ભારતથી NDRFની ટીમ પણ પહોંચી ગઈ છે, જે દિવસ-રાત મહેનત કરી રહી છે. તુર્કી અને સીરિયાની મદદ માટે ભારતે ‘ઓપરેશન દોસ્ત’ અભિયાન શરૂ કર્યું છે. ભારતમાંથી NDRFની 3 ટીમ બચાવ કામગીરી માટે તુર્કી પહોંચી છે.
સમગ્ર તુર્કીમાંથી રેસ્ટોરન્ટના માલિકોએ સોમવારના વિનાશક ભૂકંપના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના એક હટાયની યાત્રા કરી, રાહત પ્રયાસો વચ્ચે આપત્તિમાં બચેલા લોકોને કબાબ, ચોખા અને ખોરાક પીરસવામાં આવ્યા.
ઉચ્ચ તીવ્રતાના ધરતીકંપને કારણે ટેકટોનિક પ્લેટો શિફ્ટ થઈ ગઈ
કહેવામાં આવી રહ્યું છે કે તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે આ દેશ 10 ફૂટ ખસી ગયો છે. તુર્કીમાં ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ટેક્ટોનિક પ્લેટો ખસી ગઈ. ડરહામ યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ જીઓલોજીના પ્રોફેસર ડો. બોબ હોલ્ડવર્થ કહે છે કે જો 6.5 થી 6.9ની તીવ્રતા સાથે ધરતીકંપ આવે તો જમીન એક મીટર સુધી ખસી જાય છે. તે જ સમયે, આનાથી વધુ તીવ્રતાના ભૂકંપને કારણે, જમીન પણ વધુ ખસી શકે છે.