Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂકયા છે. જેમ જેમ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તેમ તેમ તેની નીચેથી લાશો કાઢવામાં આવી રહી છે. ખરાબ મોસમના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે તકલિફનો સામનો કરવો પડી રહ્યો છે. સાતના સમયમાં તાપમાન શૂન્યથી નીચે જવાના કારણે રાહત કાર્ય રોકવામાં આવી રહ્યું છે.
તુર્કી -સીરિયાની મદદ માટે સામે આવી વર્લ્ડ બેન્ક
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિતની મદદ માટે દુનિયાના અનેક દેશ સામે આવ્યા છે. અત્યાર સુધી 70થી વધારે દેશો મદદ માટે સામે આવ્યા છે. વર્લ્ડ બેન્કે પણ તુર્કી માટે 1.78 બિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે. અનેક દેશોએ રાહત સામગ્રી આ દેશોમાં મોકલી છે. અમેરિકાએ પણ બંને દેશોને 8.5 મિલિયન ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ- Today history 10 February : આજનો ઇતિહાસ 10 ફેબ્રુઆરી, ગાંધીજી એ કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી
તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં સવારે 4.17 વાગ્યે 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી પણ ઘણા વધુ આંચકા આવ્યા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. જો કે તેની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર સીરિયામાં પણ જોવા મળી હતી. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. કાટમાળના ઢગલામાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
તુર્કી-સીરિયાની મદદ માટે ભારત ‘ઓપરેશન દોસ્ત’ અભિયાન ચલાવી રહ્યું છે
તુર્કી અને સીરિયાની મદદ માટે ભારતે ‘ઓપરેશન દોસ્ત’ અભિયાન શરૂ કર્યું છે. ભારતમાંથી NDRFની 3 ટીમ બચાવ કામગીરી માટે તુર્કી પહોંચી છે. NDRFના મહાનિર્દેશક અતુલ કરવલે કહ્યું કે ભારતે તુર્કીમાં ચાર એરક્રાફ્ટ મોકલ્યા છે, જેમાં બે વહન NDRF ટીમો અને બે C-17 મેડિકલ ટીમ છે. તેમણે કહ્યું કે અમે સી-130 એરક્રાફ્ટ પણ સીરિયામાં મેડિકલ સપ્લાય અને સાધનો સાથે મોકલ્યું છે.