Rishi Sunak to PM Modi: પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. બન્ને દેશોના પ્રધાનમંત્રીઓ વચ્ચે વ્યાપક રણનીતિક ભાગીદારીને વધારે મજબૂત કરવાની સાથે-સાથે વ્યાપક અને સંતુલિત FTAના મહત્વ પર ચર્ચા થઇ હતી.
પીએમ મોદીના ટ્વિટ પછી બ્રિટનના પીએમ ઋષિ સુનકે પણ ટ્વિટ કર્યું હતું. બ્રિટનના પીએમ ઋષિ સુનકે ટ્વિટ કરતા લખ્યું કે મારો કાર્યભાર સંભાળવા પર તમારા અભિનંદન માટે ધન્યવાદ. બ્રિટન અને ભારત ઘણું બધું શેર કરે છે. હું ઉત્સાહિત છું કે બન્ને દેશો વચ્ચે સુરક્ષા, રક્ષા અને આર્થિક ભાગીદારીને આવનાર દિવસોમાં કેવી રીતે આગળ વધારી શકીએ છીએ.
ઋષિ સુનક પીએમ માટે નિર્ધારિત આધિકારિક આવાસ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેશે નહીં
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પીએમ માટે નિર્ધારિત આધિકારિક આવાસ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેશે નહીં. તે બોરિસ જોનસન સરકારમાં વિત્ત મંત્રી દરમિયાન જે આવાસમાં રહેતા હતા તે જ્યા રહેશે. તેમનું માનવું છે કે તે તેમાં સારું અનુભવી રહ્યા છે અને તે પીએમના આધિકારિક આવાસ કરતા પણ મોટું છે. તેમનું આવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપર છે.
આ પણ વાંચો – ઋષિ સુનક બનશે બ્રિટનના સૌથી પૈસાદાર PM, પત્નીને માત્ર ઈન્ફોસિસમાંથી મળ્યું 127 કરોડનું ડિવિડન્ડ
મીડિયા સૂત્રોના મતે બ્રિટિશ સરકારના પ્રવક્તાએ કહ્યું કે તે પોતાના ફ્લેટથી ઘણા ખુશ છે. તેમના પહેલા પણ ઘણા પ્રધાનમંત્રી ત્યાં રહી ચુક્યા છે. પીએમ સુનકે કહ્યું હતું કે તે આવાસમાં ઘણા ફેરફાર કર્યા છે અને તેને ઘણું સજાવ્યું છે.
ભારતીય મૂળના 42 વર્ષીય ઋષિ સુનક હાલમાં જ પ્રધાનમંત્રી લિઝ ટ્રસના રાજીનામાં પછી નવા પીએમ બન્યા છે. આધિકારિક આવાસ પર દિવાળીના દિવસે આયોજીત રિસેપ્શન અને અન્ય કાર્યક્રમોમાં તે સામેલ થયા હતા.