યુક્રેનના કેપિટલ કિવના મેયરે સ્થાનીકોને ચેતવણી આપી હતી કે જો રશિયા દેશના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત પ્રહાર કરે તો આપણે શિયાળામાં ખરાબ પરિણામો માટે તૈયાર રહેવું પડશે. જો એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત પ્રહાર મતલબ વીજળી નહીં, પાણી નહીં કે થીજવતી ઠંડીમાં ગરમીને અટકાવી શકાય તેવી કોઇ વસ્તુ નથી.
મેયર વીંતાલી કિત્સોકોએ સ્ટેટ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે આ ઘટના અવગણવાના ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ દુશમન દેશ શહેરને વીજળી, પાણી અને હીટ ન મળી રહે અને અંતે આપણા બધાનું મોત થાય તેના પૂરતા પ્રયાસ કરી રહ્યો છે. તેથી આપણા દેશનું ભવિષ્ય આપણી પૂર્વતૈયારી પર ટકેલું છે.”
ગત મહિને રશિયાએ યુક્રેન દેશના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રહાર કરવા પર નિશાન તાકયુ હતું, જે પાવરની અછત અને દેશભરમાં વીજળી ગુલની સમસ્યા ઉભી કરે છે.
યુક્રેનના રાજ્યની માલિકીની એનર્જી ઓપરેટર યુક્રેનરગોએ કહ્યું હતું કે, કિવમાં દર કલાકે મોટા ભાગના શહેરમાં અને આજુ બાજુના ક્ષેત્રમાં વારા ફરતી દર રવિવારે બ્લેકઆઉટ સુનિશ્ચિત કર્યું હતું. બ્લેકઆઉટ બાકીના નજીકના ક્ષેત્ર જેવા કે ચેર્નિહિવ, ચેર્કસી, ઝાયટોમીર, સુમી, ખાર્કિવ અને પોલ્ટાવા પ્રદેશોમાં પણ સુનિશ્ચિત કરાયું હતું. કિવમાં લગભગ 1000 હીટિંગ પોઈન્ટ્સ તહેનાત કરવાની યોજના છે પરંતુ એ પણ વિચારવા જેવું છે કે આ યોજના શહેરના ત્રીસ લાખ લોકો માટે કદાચ પૂરતી ન પણ હોય.
યુક્રેનની મિલિટરીએ રવિવારે કહ્યું કે, જેમ રશિયા શહેર પર અટેક કરવાનું ચાલુ રાખે છે, તેમ યુક્રેનનું દળ દક્ષિણમાં આગળ વધી રહ્યું છે. રશિયાએ કબ્જો કરેલા યુક્રેનના સ્થાનિક શહેરોમાં ખેરસનને તેમના ફોન પર ચેતવણીનો સંદેશ મળ્યો હતો તેમાં તેમને શક્ય તેટલું જલ્દી ખાલી કરવા કહ્યું હતું.
રશિયન સૈનિકોએ નાગરિકોને ચેતવણી આપી હતી કે યુક્રેનની આર્મી એક ભંયકર અટેક કરવાની તૈયારીમાં છે અને લોકોને તાત્કાલિક શહેરન જમણા કાંઠે જવાની સલાહ આપી હતી. રશિયન દળ દક્ષિણતમ ખેરસન શહેરને પાછું જપ્ત કરવા યુક્રેન પ્રતિ આક્રમણની પૂર્વ તૈયારીમાં છે, કે જે ચડાઈ દરમિયાન કબ્જે કરાયું હતું.
આ પણ વાંચો – ભારત અને અમેરિકાની દ્રષ્ટીકોણથી ચીનના ઉદેશ્યોને આજે અને ભવિષ્યમાં કેવી રીતે ધ્યાનમાં રાખવા?
સપ્ટેમ્બરમાં, રશિયાએ ગેરકાયદેસર રીતે જપ્ત કરેલા ખેરસન ઉપરાંત બીજા 3 યુક્રેનના ક્ષેત્ર અને પછી તરત 4 પ્રાંતોમાં માર્શલ લો લાગુ કરવા આવ્યું હતો.ખેરસનમાં ક્રેમલિન દ્વારા સ્થાપિત વહીવટ પહેલેથી જ હજારો લોકોને શહેરની બહાર ખસેડી ચૂક્યું છે.
નાતાલીયા હુમનયુક કે જે યુક્રેનના દક્ષિતમ દળના પ્રવક્તા છે તેઓએ સ્ટેટે ટેલિવિઝનને કહ્યું કે રશિયાએ ખેરસનને સતત ” કબ્જો કરવાનું અને ખાલી કરવાનું” ચાલુ રાખ્યું છે, અને યુક્રેનવાસીઓને મનાવી રહ્યું કે છે કે તેઓ બીજે જતા રહે જયારે વાસ્તવમાં તેઓ ત્યાંજ રહે છે.
તેમણે કહ્યું કે, “ત્યાં સંરક્ષણ એકમો છે જે ત્યાં ખૂબ જ શક્તિશાળી રીતે ખોદકામ કરવામાં આવ્યા છે, ચોક્કસ પ્રમાણમાં સાધનો બાકી છે, ફાયરિંગ પોઝિશન્સ ગોઠવવામાં આવી છે.”
પ્રદેશના યુક્રેનિયન ગવર્નર પાવલો કિરીલેન્કોએ જણાવ્યું હતું કે, હુમલાઓએ બખ્મુત શહેર અને નજીકના સોલેદાર શહેરમાં સેવા આપતા પાવર પ્લાન્ટ્સને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. તેમણે શનિવારે અહેવાલ આપ્યો કે, તોપમારાથી 1 નાગરિકનું મોત થયા છે અને 3 લોકોને ઇજાગ્રસ્ત થયા છે.
કિરીલેન્કોએ સ્ટેટ ટેલિવિઝનને જણાવ્યું હતું કે, જો કલાકદીઠ નહિ વિનાશ તો રોજનો છે. રશિયન દળો પણ પૂર્વમાં ઉગ્ર હરીફાઈવાળા ક્ષેત્રોમાં ખોદકામ કરી રહ્યા છે, મોસ્કોના ગેરકાયદે જોડાણ અને ડોનેટ્સ્ક પ્રાંતમાં લશ્કરી કાયદાની ઘોષણા બાદ રહેવાસીઓ અને બચાવ યુક્રેનિયન સૈન્ય માટે પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિઓને વધુ ખરાબ કરી રહ્યા છે.
મોસ્કો સમર્થિત અલગતાવાદીઓએ ફેબ્રુઆરીના અંતમાં રશિયા અને યુક્રેન યુદ્ધના લગભગ 8 વર્ષ પહેલા ડોનેસ્કના કોન્ટ્રલ કર્યું હતું. અલગતાવાદીઓ સ્વ- ઘોષિત પ્રસાશકોનું રક્ષણ કરવું રશિયન રાષ્ટ્રપતિના ચડાઈ પરના સમર્થનો માંનુ એક હતું અને તેના સૈનિકોએ તે આખું પ્રાંત કબ્જે કરવા મહિનાઓ વિતાવ્યા છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેમના રાત્રિના વિડિઓ સંબોધનમાં જણાવ્યું હતું કે, “જયારે રશિયાની ” સૌથી વધુ હેવાનિયત” ડોનેસ્ક ક્ષેત્રમાં કેન્દ્રિત હતી, ” સતત લડાઈ” અન્યત્ર આગળની લાઇન સાથે ચાલુ રહી જે 1,000 કિલોમીટર (620 માઇલ) કરતા વધુ વિસ્તરે છે.”
રાષ્ટ્રપતિની ઓફિસના કહ્યા મુજબ, શનિવાર અને રવિવારની વચ્ચે, ઉત્તર-પૂર્વમાં ચેર્નિહાઇવ અને ખાર્કિવથી દક્ષિણમાં ખેરસન અને માયકોલાઇવ સુધી રશિયાએ 4 મિસાઈલ લોન્ચ કરી હતી અને 19 એરસ્ટ્રાઇકએ 9 પ્રદેશના 35થી વધુ ગામમાં પ્રહાર કર્યો હતો.
ઑફિસે કહ્યું કે બાખમુતના ડોનેસ્ક શહેરમાં સ્ટ્રાઈકમાં 2 લોકોના મોત અને 6 લોકો ઘાયક થયા હતા,સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, 15000 બાકીના સ્થાનિકો દૈનિક ગોળીબાર હેઠળ અને પાણી અથવા વીજળી વિના જીવે છે.
શહેર લગભગ ઘણા મહિનાઓ સુધી અટેકનો સામનો કરી રહ્યું છે, પરંતુ તોપમારો ત્યારે થયો જયારે રશિયન દળએ ખાર્કિવ અને ખેરસન પ્રદેશોમાં યુક્રેનિયન પ્રતિઆક્રમણ દરમિયાન આંચકો અનુભવ્યો હતો.
ફ્રન્ટ લાઈન હવે બખ્મુતની બહાર છે, જ્યાં સંદિગ્ધ રશિયન લશ્કરી કંપની, વેગનર જૂથના ભાડૂતી સૈનિકો ચાર્જનું નેતૃત્વ કરી રહ્યા હોવાના અહેવાલ છે. યેવજેની પ્રિગોઝિન, જૂથના સ્થાપક જે સામાન્ય રીતે રડારમાં રહ્યા છે, તે યુદ્ધમાં વધુ દૃશ્યમાન ભૂમિકા ભજવી રહ્યા છે.
રવિવારના એક નિવેદનમાં તેણે દક્ષિણપશ્ચિમમાં રશિયાના બેલ્ગોરોડ અને કુર્સ્ક પ્રદેશોમાં “મિલિશિયા તાલીમ કેન્દ્રો” ના ભંડોળ અને નિર્માણની જાહેરાત કરી હતી અને કહ્યું કે સ્થાનિકોને રશિયન ભૂમિ પર “તોડફોડ સામે લડવા” માટે શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું હતું.
જૂથે જણાવ્યું હતું કે, આ તાલીમ કેન્દ્રો લશ્કરી તકનીકી કેન્દ્ર ઉપરાંત તે સેન્ટ પીટર્સબર્ગમાં ખોલી રહ્યું છે.
પ્રાદેશિક ફરિયાદીની કચેરીના પ્રવક્તા દિમિત્રો ચુબેન્કોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ” ખારકીવમાં રશિયાએ પીછેહઠ કર્યા પછી સામૂહિક કબરોમાં મળેલા મૃતદેહોને ઓળખવા માટે અધિકારીઓ કામ કરી રહ્યા હતા.
એમ તેમણે જણાવ્યું હતું કે, “ઇઝિયમ શહેરમાં સામૂહિક કબરમાં મળી આવેલા 450 મૃતદેહોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, પરંતુ નમૂનાઓ સંબંધીઓ સાથે મેળ ખાતા હોવા જોઈએ અને અત્યાર સુધીમાં માત્ર 80 લોકોએ ભાગ લીધો છે.
સ્થાનિક મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે એક સારા સમાચારમાં, ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને યુક્રેનના પાવર ગ્રીડ સાથે ફરીથી કનેક્ટ કરવામાં આવ્યો હતો. સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને મહત્વપૂર્ણ ઠંડક પ્રણાલીને જાળવવા માટે વીજળીની જરૂર છે, પરંતુ રશિયન શેલિંગે તેના બહારના જોડાણો તોડી નાખ્યા ત્યારથી તે ઇમરજન્સી ડીઝલ જનરેટર પર ચાલી રહ્યું હતું.