/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/US-America-Presidential-elections-2024.jpg)
યુએસ અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2024
US Presidential Elections 2024 : દર ચાર વર્ષે, આયોવા - અમેરિકાના હાર્ટલેન્ડમાં એક ગ્રામીણ રાજ્ય - વ્હાઇટ હાઉસ માટે ચૂંટણી-વર્ષની રેસ શરૂ કરવા માટે ચર્ચામાં આવે છે. 1970 ના દાયકાથી, રાજ્યએ કોકસનું આયોજન કર્યું છે, જે લાંબી પ્રક્રિયાની શરૂઆતને ચિહ્નિત કરે છે, જેના દ્વારા રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પસંદગી કરે છે.
જો કે, આ વર્ષે, આયોવા કોકસ અલગ છે. ઉદાહરણ તરીકે, માત્ર રિપબ્લિકન જ સોમવારે (જાન્યુઆરી 15) મતદાન કર્યું કારણ કે, ડેમોક્રેટ્સે તેમનુ પ્રાથમિક કેલેન્ડર બદલી દીધુ છે, તેમના પ્રારંભિક મતો વિવિધ રાજ્યોમાં ખસેડ્યા છે.
આયોવા કોકસ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તે વિશે તમારે જાણવાની જરૂર છે.
કોકસ અને પ્રાઇમરી વચ્ચે શું તફાવત છે?
કોકસ અને પ્રાઈમરી એ રાષ્ટ્રપતિ પદ માટે બે મુખ્ય પક્ષોના નામાંકિત ઉમેદવારોને પસંદ કરવા માટે યુએસના 50 રાજ્યો (તેમજ વોશિંગ્ટન ડીસી અને બહારના વિસ્તારો) માટે ઉપલબ્ધ પ્રક્રિયાઓ છે. સ્પર્ધાઓ – જેને પ્રાથમિક રેસ પણ કહેવાય છે – કોકસ આ વર્ષે 15 જાન્યુઆરીથી 8 જૂનની વચ્ચે યોજાઈ રહી છે.
બધા ડેમોક્રેટ્સ પાસે પહેલેથી જ તેમના નોમિની ઉમેદવાર છે - રાષ્ટ્રપતિ જો બિડેન - 2024 ની પ્રાથમિક રેસ ફક્ત રિપબ્લિકન પાર્ટી માટે મહત્વની બને છે. જોકે, રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય રિપબ્લિકન ઉમેદવારો કરતા ઘણા આગળ છે. રોઈટર્સના અહેવાલ મુજબ, રાજકીય વેબસાઈટ ફાઈવથર્ટી એઈટ, જે સરેરાશ ઓપિનિયન પોલનું સંકલન કરે છે, તેણે આયોવામાં ટ્રમ્પના સમર્થનને 52% ગણાવ્યું, જે સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી અને ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ કરતાં 30 ટકા વધારે છે.
યુ.એસ.ના કેટલાક રાજ્યોમાં પ્રાઇમરી યોજવામાં આવે છે, કેટલાક કોકસનું આયોજન કરે છે, અને એક ત્રીજુ જૂથ, જે બંને સિસ્ટમોનું સંયોજન કરે છે. પ્રાથમિક ચૂંટણીઓ સરકારો દ્વારા યોજાય છે, કોકસ એ પક્ષો દ્વારા આયોજિત ખાનગી કાર્યક્રમો છે.
પ્રાઇમરીઓમાં, મતદારો મતદાન મથકો પર જાય છે અને તેમના પસંદગીના ઉમેદવારના નામની આગળના બોક્સને ચેક કરે છે. કૉકસ એ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં મતદારો શાળાઓ, વ્યાયામશાળાઓ, ચર્ચો અને સામુદાયિક કેન્દ્રો જેવા જાહેર સ્થળોએ બેઠકોમાં હાજરી આપે છે, ઉમેદવારોની પ્રાથમિકતાઓ પર ચર્ચા કરે છે અને જ્યારે મતદાનની વાત આવે છે, ત્યારે તેમની પસંદગીઓ માટે ખુલ્લેઆમ હાથ ઉંચા કરે છે.
કોકસ સિસ્ટમ વ્યાપક સમર્થન ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં મજબૂત, સક્રિય આધાર ધરાવતા ઉમેદવારોની તરફેણ કરે છે - અને ઘણી વખત ડરાવવા-ધમકાવવા માટે સંવેદનશીલ હોવા અને શિફ્ટમાં કામ કરતા કામદારો અને માતાપિતા માટે અસુવિધાજનક હોવાના કારણે તેની ટીકા કરવામાં આવે છે, જેમને અણધારી વ્યક્તિગત મીટિંગમાં હાજરી આપવામાં મુશ્કેલી પડી શકે છે.
આ વર્ષે આયોવા કોકસ અલગ કેમ છે?
અગાઉ જણાવ્યા મુજબ, રિપબ્લિકન કોકસ સોમવારથી યોજવાનું શરૂ થયુ. જો કે, ડેમોક્રેટિક કોકસ અનુકૂળ સમયે આયોજિત કરવામાં આવશે. પ્રક્રિયા 12 જાન્યુઆરીથી શરૂ થઈ, જ્યારે મતદારોને પ્રથમ મતપત્ર મોકલવામાં આવશે અને 5 માર્ચે સમાપ્ત થશે.
આયોવા ડેમોક્રેટ્સ સોમવારે અન્ય પાર્ટીના કામકાજના સંચાલન માટે વ્યક્તિગત સભાઓમાં હાજરી આપી શકે છે, પરંતુ ત્યારે તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરશે નહીં.
ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર માટે મત આપનાર પ્રથમ બે રાજ્યો દક્ષિણ કેરોલિના અને નેવાડા (જે બંનેમાં કોકસને બદલે પ્રાઈમરી થાય છે), અનુક્રમે 3 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, ન્યુ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ન્યુ હેમ્પશાયરને નેવાડા સમાન જ મતદાન કર્યું હોત, પરંતુ તેણે રાષ્ટ્રમાં તેનો પ્રથમ પ્રાથમિક દરજ્જો છોડવાનો ઇનકાર કર્યો હતો, જે રાજ્યના કાયદામાં સમાયેલ છે. તેણે 23 જાન્યુઆરીના રોજ એક બિનમંજુરી વિનાનું પ્રાથમિક આયોજન કર્યું છે.
ડેમોક્રેટિક પ્રાથમિક કૅલેન્ડરમાં ફેરફાર આયોવા અને ન્યૂ હેમ્પશાયરની તુલનામાં, વધુ વંશીય વિવિધતા ધરાવતાં રાજ્યોમાં લાવવામાં આવ્યો છે.
ગયા વર્ષે, એક પત્રમાં, પ્રમુખ બિડેને ફેરફાર પર જોર આપતા કહ્યું હતું કે, "પાર્ટીએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, પ્રક્રિયામાં ખૂબ પહેલા અને પૂરી પ્રાથમિક વિંડો દરમિયાન રંગીન મતદાતાઓને અમારા ઉમેદવારને પસંદ કરવામાં એક અવાજ ધરાવે છે."
શા માટે આયોવા પ્રથમ જાય છે (રિપબ્લિકન માટે)?
આયોવામાં હંમેશા કોકસ હોય છે, પરંતુ તેઓ 1970 ના દાયકામાં રાષ્ટ્રીય રીતે ચર્ચામાં આવ્યા. જેમ જેમ ડેમોક્રેટિક પાર્ટીએ વધુ સમાવિષ્ટ બનવાનો પ્રયાસ કર્યો તેમ, ચોક્કસ બેઠકો યોજવાની પ્રક્રિયા વધુ વિસ્તૃત બની. આ માટે પહેલાથી શરૂઆતની જરૂર હતી, અને 1972માં, જ્યારે જ્યોર્જ મેકગવર્ન ડેમોક્રેટિક ઉમેદવાર બન્યા ત્યારે આયોવા કોકસનું આયોજન કરનાર પ્રથમ રાજ્ય બની ગયું. ત્યારથી તેને એ સુનિશ્ચિત કરી લીધુ છે કે, તે દેશમાં પ્રથમ બન્યુ રહે, ભલે અન્ય રાજ્યોએ તેમની તારીખો આગળ વધારી દીધી હોય.
આયોવા કોકસનું મહત્વ શું છે?
કોકસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટે મતદારોના સમર્થનના પ્રથમ સ્નેપશોટ તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે, તે ઉમેદવારોએ રાજ્યભરમાં પ્રચાર કરવામાં ઘણા મહિનાઓ ગાળ્યા હશે, તેમના સંદેશાઓ અને તેમની અપીલનું પરીક્ષણ કર્યું હશે. જેઓ સારું પ્રદર્શન નથી કરતા તેઓ, ક્યારેક-ક્યારેક રેસમાંથી બહાર નીકળી જવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો - Ram Temple | રામ મંદિર કાર્યક્રમની વિશ્વભરમાં ધૂમ: ન્યૂયોર્કથી પેરિસ-સિડની સુધી યાત્રા, રેલીઓ અને ભજનનું આયોજન
જો કે, રિપબ્લિકન્સના કિસ્સામાં, રાજ્ય રાષ્ટ્રીય સમર્થનનું વિશ્વસનીય બેરોમીટર રહ્યું નથી. છેલ્લી ત્રણ આયોવા કોકસના વિજેતાઓમાં કોઈ પણ, 2016, 2012 અને 2008 માં - પક્ષના નામાંકન પર કબજો નથી મેળવ્યો. આ મોટે ભાગે આયોવાના ઇવેન્જેલિકલ ખ્રિસ્તી સમુદાયને કારણે છે, જે પ્રક્રિયામાં એક મોટી ભૂમિકા ભજવે છે અને ક્ષેત્રમાં સૌથી વધુ સામાજિક રૂપથી રૂઢિચુસ્ત ઉમેદવારને સમર્થન આપે છે.
આ સિવાય વધુમાં, તેમની પ્રમાણમાં ઓછી વસ્તીને જોતાં, આયોવા ફ્લોરિડા અથવા ટેક્સાસ જેવા રાજ્યોની તુલનામાં રાષ્ટ્રીય સંમેલનમાં ઘણા ઓછા પ્રતિનિધિઓ મોકલે છે, એટલે કે તે, નામાંકન પ્રક્રિયામાં અત્યંત અપ્રમાણસર ભૂમિકા ભજવે છે.
(રોઇટર્સના ઇનપુટ્સ સાથે)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us