/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/us-gold-card-citizenship-program.jpg)
US Gold Card Citizenship Program Fee: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ હેઠળ વિદેશી નાગરિકોને 50 લાખ ડોલરમાં સિટીઝનશીપ આપવાની જાહેરાત કરી છે. (Photo: Freepik)
US Gold Card Citizenship Program Fee: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ હેઠળ વિદેશી લોકોને યુએસ સિટીઝનશીપ એટલે કે નાગરિકતા આપવાની ઘોષણા કરી છે. જેમા અન્ય દેશોના નાગરિકો 50 લાખ ડોલર ચૂકવી અમેરિકાના નાગરિક બની શકે છે. સામાન્ય ભાષામા તેને સિટીઝનશીપ ફી કહેવામાં આવે છે. ભારતીય ચલણમાં યુએસના ગોલ્ડ કાર્ડની સિટીઝનશીપ ફીન રકમ 44 કરોડ રૂપિયા જેટલી થાય છે. માત્ર અમેરિકા જ નહીં દુનિયામાં ઘણા દેશો અન્ય દેશોના લોકોને તેમની નાગરિકતા આપવા માટે આવા પ્રકારની સ્કીમ લાવે છે. અમેરિકા સિવાય ક્યા દેશો આવી રીતે નાગરિકતા આપે છે અને સિટીઝનશીપ ફી કેટલી છે તેના વિશે વિગતવાર જાણીયે
ઓસ્ટ્રેલિયા નેશનલ ઇનોવેશન વીઝા
આ સ્થાયી વીઝા પ્રોગ્રામ છે. તે એવા લોકો માટે જેમઓ ખાસ ક્ષેત્રમાં શાનદાર ટ્રેક રેકોર્ડ અને ઉપલબ્ધિઓ ધરાવે છે. આ કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ કરવા, કામ કરવા અને અભ્યાસ કરવાની પરવાનગી મળે છે. સાથે જે વ્યક્તિને જાહેર આરોગ્ય સંભાળ કાર્યક્રમનો પણ ફાયદો મળે છે. વીઝા ધારક પોતાના સગા સંબંધીને ઓસ્ટ્રેલિયા આવવા માટે સ્પોન્સર કરી શકે છે. આની વીઝા અરજી ફી લગભગ 2.66 લાખ રૂપિયા છે. આ સિવાય અન્ય કોઇ ફી ચૂકવવી પડતી નથી.
આ કાર્યક્રમ હેઠળ કેનેડા વિદેશી લોકોને કેનેડામાં ઇનોવેટિવ બિઝનેસ શરૂ કરવા અને કાયમી નાગરિકતા માટે અરજી કરવાની તક આપે છે. તેની માટે 2,15,000 થી 2,75,000 ડોલરનું રોકાણ કરવું પડે છે. તેમા અરજી ફરી સામેલ છે. 3 વર્ષના પર્મેનન્ટ રેસિડેન્ટ બાદ અરજકર્તા કેનેડાની નાગિરકતા માટે અરજી કરી શકે છે.
ગ્રીસ ગોલ્ડન વીઝા
ગ્રીસ ગોલ્ડન વીઝા હેઠળ બિન યુરોપિયન દેશોના લોકોને નાગરિક આપે છે. આ સિટીઝનશીપ પ્રોગ્રામ હેઠળ યુરોપ સિવાયના લોકોને ગ્રીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરી સ્થાયી નાગરિકતા મેળવવાન તક આપે છે. તે યુરોપનો સૌથી મોટો સિટીઝનશીપ પ્રોગ્રામ પૈકીનો એક છે. તેમા રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઓછામાં ઓછું 2.28 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ સિટીઝનશીપ પ્રોગ્રામ હેઠળ વ્યક્તિને શેનઝેન વિસ્તારમાં વીઝા વગર પ્રવાસ કરવાની પરવાનગી મળે છે.
લક્ઝમબર્ગ રેસિડેન્ટ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ
આ સિટીઝનશીપ પ્રોગ્રામ હેઠળ લક્ઝમબર્ગની કોઇ કંપનીમાં ઓછામાં ઓછું 5 લાખ યુરોનું રોકાણ કરવું પડશે. વ્યક્તિ જો લક્ઝમબર્ગની કોઇ નાણાંકીય સંસ્થામાં થાપણ જમા કરવા ઇચ્છે છે તો તે 2 કરોડ યુરો સુધી ડિપોઝિટ આ પ્રોગ્રામ હેઠળ જમા કરાવી શકે છે.
ન્યુઝિલેન્ડ વીઝા પ્રોગ્રામ
કોઇ વ્યક્તિ 2 કેટેગરી ગ્રોથ અને બેલેંસ્ડ વીઝા માટે અરજી કરી શકે છે. ગ્રોથ ઓપ્શન હેઠળ વ્યક્તિએ ઓછામાં ઓછું 25 કરોડ રૂપિયાનું રોકાણ હાઇ રિસ્ક ઓપ્શનમાં કરવાનું રહેશે. ઓછા જોખમ વાળા રિસ્ક બેલેંસ્ડ ઓપ્શન માં ફણ રોકાણ કરી શકાય છે. આ પ્રોગ્રામ હેઠળ લિસ્ટેડ શેર, બોન્ડ આવે છે.
સિગાપુર ગ્લોબલ ઇન્વેસ્ટર પ્રોગ્રામ
સિગાપુર ગ્લોબલ ઇન્વેસ્ટર પ્રોગ્રામ હેઠળ નવા કે જુના બિઝનેસમાં ઓછામાં ઓછા 1 કરોડ સિંગાપોર ડોલરનું રોકાણ કરવું પડે છે. તેમા એક શરત પણ છે કે, બિઝનેસમાં કર્મચારીની સંખ્યા ઓછામાં ઓછી 30 હોવી જરૂરી છે. બીજો વિકલ્પ કોઇ એવા ફંડમાં 2.5 કરોડ સિંગાપુર ડોલરનું રોકાણ કરવાનું છે, જેને સિંગાપુર ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડની મંજૂરી પ્રાપ્ત હોય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us