USA Stabbing: અમેરિકાના મિશિગનમાં 11 લોકો પર ચાકુ વડે હુમલો, શંકાસ્પદની અટકાયત

USA Stabbing: અમેરિકાના ઉત્તર મિશિગનના એક શહેર ટ્રાવર્સ સિટીના વોલમાર્ક સ્ટોકમાં હુમલાખોરે 11 લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવીછે.

Written by Ajay Saroya
July 27, 2025 08:48 IST
USA Stabbing: અમેરિકાના મિશિગનમાં 11 લોકો પર ચાકુ વડે હુમલો, શંકાસ્પદની અટકાયત
USA Stabbing In Michigan : અમેરિકાના મિશિગનમાં ચાકુ વડે હુમલો કરવાની ઘટના બની છે. (Photo: @mspwestmi)

USA Stabbing: અમેરિકામાં ફરી એકવાર સામાન્ય લોકો પર ચાકુ વડે હુમલો કરવાની ગંભીર ઘટના બની છે. આ ઘટના શનિવારે ઉત્તરી મિશિગનના એક શહેર ટ્રાવર્સ સિટીના વોલમાર્ટ સ્ટોરમાં બની હતી. હુમલાખોરે 11 લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે માણસ મિશિગનનો છે કે વિદેશી છે તે હાલ જાણી શકાયું નહીં.

ઉત્તરી મિશિગનની એક હોસ્પિટલ મુન્સન મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે, ચાકુના હુમલાથી ઘાયલ 11 લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ ટ્રાવર્સ સિટી વોલમાર્ટની બહાર પહોંચી ગયા હતા.

મિશિગન પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે.

એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા અનુસાર મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમેરે જણાવ્યું હતું કે તેમની ઓફિસ આ ઘટના અંગે સતત પોલીસના સંપર્કમાં છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી છ લોકોની હાલત ગંભીર છે.

Grand Traverse County Sheriff’s Office is investigating a multiple stabbing incident at the Wal-Mart in Traverse City. The suspect is in custody, details are limited at this time.
A PIO is in route to the scene and details will be posted @mspnorthernmi and @MSPWestmi as they… pic.twitter.com/5MC2M2YZi4
— MSP Sixth District (@mspwestmi) July 26, 2025

મિશિગનમાં રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કરવા વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. ગ્રાન્ડ ટ્રેવર્સ કાઉન્ટી શેરિફની ઓફિસ આ ઘટનાની તપાસ કરી રહી છે. એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર વોલમાર્ટના કોર્પોરેટ પ્રવક્તા જો પેનિંગ્ટને કહ્યું કે, કંપની પોલીસને સહયોગ આપી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ