US President Election 2024: યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય અમેરિકન મતદાતા 2 ટકા છતાં મહત્વપૂર્ણ, જાણો કેવી રીતે

Donald Trump vs Kamala Harris In America Presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જંગ છે. આ દરમિયાન ભારતીય અમેરિકન મતદાતા કોને મત આપશે તેના વિશે ચર્ચા ચાલી રહી છે.

Donald Trump vs Kamala Harris In America Presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જંગ છે. આ દરમિયાન ભારતીય અમેરિકન મતદાતા કોને મત આપશે તેના વિશે ચર્ચા ચાલી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Donald Trump | Kamala Harris | America Presidential Election 2024 | US Presidential Election 2024

Donald Trump vs Kamala Harris In America Presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાજકીય જંગ છે. (Photo: Social Media)

Donald Trump vs Kamala Harris In US President Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 5 નવેમ્બરે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં સીધી ટક્કર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. બંને નેતાઓ વચ્ચે જબરદક્ત ચૂંટણી જંગ ચાલી રહી છે. અમેરિકા દુનિયાનો શક્તિશાળી દેશ છે અને તેથી આ દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે તેની પર આખી દુનિયાની નજર છે.

Advertisment

હાલમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અન્ય તમામ ચૂંટણી સમીકરણોની સાથે અમેરિકામાં પણ ચર્ચાઓનું બજાર છે કે ત્યાં રહેતા ભારતીય મૂળના નાગરિકો કોને મત આપશે.

અમેરિકમાં ભારતીય મૂળની વસ્તી 2 ટકા કરતા પણ ઓછી છે, પરંતુ તેમની સરેરાશ વાર્ષિક કૌટુંબિક આવક 153000 ડોલર (આશરે રૂ. 1.3 કરોડ) છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણાથી પણ વધારે છે. તેનાથી સમજી શકાય છે કે ભારતીય અમેરિકન સમુદાય પૈસાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ છે.

અમેરિકા માં કેટલા ભારતીય અમેરિકન મતદાતા છે?

અમેરિકામાં કુલ 52 લાખની વસતી ધરાવતો ભારતીય-અમેરિકન સમુદાય અમેરિકામાં બીજા નંબરનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય છે. તેનાથી આગળ માત્ર મેક્સિકન અમેરિકનો જ છે.

Advertisment

કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા પ્રકાશિત ઇન્ડિયન અમેરિકન એટિટ્યૂડ સર્વે (આઇએએએસ) 2024 અનુસાર, અમેરિકાની ચૂંટણીમાં લગભગ 26 લાખ ભારતીય અમેરિકનો મતદાન કરી શકે છે. IAASના આંકડા કહે છે કે આ ચૂંટણીમાં 96% ભારતીય અમેરિકનો મતદાન કરશે. આ સંગઠનના એક સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે કમલા હેરિસને 2020માં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેનની તુલનામાં ભારતીય મૂળના લોકો તરફથી ઓછા વોટ મળી શકે છે.

એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન વોટ (એપીઆઇએવોટ) અનુસાર, એશિયન-ઇન્ડિયન જૂથ (જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોનો સમાવેશ થાય છે) સાત મતદાનવાળા રાજ્યોમાં 7 લાખથી વધુની વસ્તી ધરાવે છે. જેમાંથી 3.5-4.5 લાખ એશિયન-ભારતીય મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

આ સાત રાજ્યોના ભારતીય-અમેરિકન શું કરશે?

સાત રાજ્યો એવા છે જે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી ભૂમિકા નક્કી કરે છે. આ રાજ્યોમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. આ રાજ્યોના ઘણા મહાનગરીય વિસ્તારોમાં ભારતીય-અમેરિકનોનું નોંધપાત્ર પ્રમાણ છે. એટલાન્ટા, જ્યોર્જિયા, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, રેલે, નોર્થ કેરોલિના અને ડેટ્રોઇટ, મિશિગન. આ વિસ્તારોમાં રહેતા ભારતીય-અમેરિકનો ચૂંટણી સ્પર્ધાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

અમુક રાજ્યોમાં, ભારતીય-અમેરિકન સમુદાય 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતના માર્જિન કરતા વધારે છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેએ ભારતીય-અમેરિકનોને ચૂંટણી ભંડોળ માટે લલચાવવાનો પ્રયાસ કર્યો છે.

આ ચૂંટણીમાં ભારતીય અમેરિકનો કોને ટેકો આપશે?

આઇએએએસ 2024 દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં, લગભગ 47% લોકોએ પોતાને ડેમોક્રેટ્સ તરીકે વર્ણવ્યા હતા, જ્યારે 2020 માં આ સંખ્યા 56% હતી. રિપબ્લિકન વોટર્સના મામલે આ આંકડો 15 ટકાથી વધીને 21 ટકા થઈ ગયો છે.

સર્વેમાં જાણવા મળ્યું હતું કે 57 ટકા ડેમોક્રેટ્સ, 27 ટકા રિપબ્લિકન અને 14 ટકા સંપૂર્ણપણે મુક્ત હતા. આ સર્વે અનુસાર 2020માં ડેમોક્રેટ્સનો હિસ્સો 66 ટકાથી ઘટીને 57 ટકા થયો છે, જ્યારે રિપબ્લિકન્સનો હિસ્સો 18 ટકાથી વધીને 27 ટકા થયો છે. તે સ્પષ્ટ છે કે ભારતીય અમેરિકન સમુદાયમાં ડેમોક્રેટિક પાર્ટી માટે સમર્થન ઘટી રહ્યું છે.

2024ના આઇએએએસ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 60 ટકા ભારતીય અમેરિકનો હેરિસને મત આપવાની તરફેણમાં છે જ્યારે 31 ટકા ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં છે. 2020 ની ચૂંટણીમાં, 68% ભારતીય અમેરિકનોએ કહ્યું હતું કે તેઓ જો બિડેનને મત આપવા માંગશે જ્યારે 22% એ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પને મત આપશે.

અમેરિકા india વિશ્વ