War of The Stray Dog | અવિનાશ તિવારી : એક વકીલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર કૂતરા ચોરીનો આરોપ લગાવ્યો છે. રોટવેલર બ્રીડના કૂતરા અંગે વકીલ જય અનંત કહે છે કે, તેમણે તેને 75 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ મહુઆ મોઇત્રાએ તેનું અપહરણ કરીને બળજબરીથી પોતાના ઘરમાં રાખ્યો હતો. અનંત કહે છે કે, આવું કરીને મહુઆ મોઇત્રા સીબીઆઈમાં તેના દ્વારા દાખલ કરાયેલ કેસ પાછો ખેંચવા માંગે છે. આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ કૂતરા પર વિવાદ થયો હોય, પરંતુ એક વખત યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.
20 મી સદીની શરૂઆતમાં મેસેડોનિયાને લઈને ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે વિવાદ થયો હતો. 1904 માં બંને દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. ચાર વર્ષ સુધી બંને દેશો મેસેડોનિયા પર લડતા રહ્યા. જોકે કોઈક રીતે લડાઈ શાંત થઈ ગઈ હતી, પરંતુ બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ રહ્યું હતું. યુદ્ધ તો બંધ થયું હતુ, પરંતુ બંને દેશો વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું.
કૂતરો સરહદ પર પહોંચ્યો અને યુદ્ધનું કારણ બન્યો
ગ્રીસ અને બલ્ગેરિયાના સૈનિકો સરહદની રક્ષા કરતા હતા.1925 માં એક ગ્રીક સૈનિકે બલ્ગેરિયાથી એક કૂતરો આવતો જોયો. ગ્રીક સૈનિકને રખડતા કૂતરાઓને સાચવવાનો શોખ હતો, તેથી તે તેમને એકત્રિત કરવા આગળ વધ્યો અને સરહદ પાર કરી ગયો. આ દરમિયાન, તેને ઘૂસણખોરી માનીને, બલ્ગેરિયન સૈનિકોએ ગોળીબાર કર્યો અને સૈનિકનું મૃત્યુ થયું. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો અને સરહદ પર હંગામો થયો.
ગ્રીસે સૈનિકના મૃત્યુ માટે વળતરની માંગ કરવામાં આવી
ગ્રીક સૈનિકના મૃત્યુ પછી લોકો ગુસ્સે થયા અને સરહદ પાર કરવા લાગ્યા અને યુદ્ધ શરૂ થયું! વાસ્તવમાં, બલ્ગેરિયાએ સ્પષ્ટ કર્યું કે, તેમની તરફથી કોઈ ભૂલ નથી, જ્યારે ગ્રીસના લોકોનું માનવું હતું કે, અમારા સૈનિકને જાણી જોઈને મારવામાં આવ્યો હતો. ગ્રીસ દ્વારા બલ્ગેરિયાને 2 દિવસની અંદર ગુનેગારને સજા કરવા અને મૃત સૈનિકના પરિવારને વળતર આપવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચો – Canada Visa : કેનેડા વિઝા ઈચ્છુકો માટે સારા સમાચાર, જાણો VFS ગ્લોબલે શું કહ્યું
…અને લડાઈ શરૂ થઈ
બલ્ગેરિયા 24 કલાકની અંદર આશરે રૂ. 2 કરોડ સિત્તેર લાખની રકમ ભેગી કરવામાં અને ગુનેગારને સજા કરવાની માંગ સ્વીકારવામાં અસમર્થ હતું. બલ્ગેરિયાને લાગ્યું કે, એક રખડતા કૂતરાને કારણે ગ્રીસ તેમની સામે બદલો લઈ રહ્યું છે. આ પછી, બંને દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ અને ગ્રીસે બલ્ગેરિયાના તે વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કર્યું, જેને તે પોતાનો ગણતો હતો. અન્ય ઘણા દેશો આ લડાઈમાં સામેલ થવા લાગ્યા, ત્યારબાદ યુએન (તે સમયે લીગ ઓફ નેશન્સ) એ દરમિયાનગીરી કરીને લડાઈને શાંત પાડી. આ લડાઈને ‘વોર ઓફ ધ સ્ટ્રે ડોગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે એક કૂતરાને કારણે બે દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી.





