International Moon Day 2023 | આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ કોની યાદમાં ઉજવાય છે? જાણો એપોલો 11 અને નીલ આર્મસ્ટ્રોંગ અંગે

First Moon Mission | પ્રથમ મૂન મિશન ક્યારે કરાયું હતું? આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવણી અપોલો 11 અને નીલ આર્મસ્ટ્રોંગ સાથે જોડાયેલી છે. "માણસ માટે એક નાનું પગલું, માનવજાત માટે એક વિશાળ કૂદકો." આ શબ્દો 20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ માટે યાદગાર બન્યા છે

Written by Haresh Suthar
Updated : July 26, 2023 13:24 IST
International Moon Day 2023 | આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ કોની યાદમાં ઉજવાય છે? જાણો એપોલો 11 અને નીલ આર્મસ્ટ્રોંગ અંગે
Moon Mission - ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ (તસવીર -નાસા)

International Moon Day 2023: ઈસરોએ ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યુ છે અને હવે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ જોવાઇ રહી છે. ચંદ્રના રહસ્યો જાણવા અને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો ઉત્સુક છે. ચંદ્ર અને ચંદ્રયાન 3 હાલ ચર્ચામાં છે આ સંજોગોમાં ચંદ્ર સાથેની વધુ એક ઉજવણી કરવાનો અવસર છે. 20 જુલાઇ એ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ દર વર્ષે 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. અહીં તે બધું છે જે તમે જાણવા ઇચ્છો છો કે કેમ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચંદ્ર દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે એવી કઇ ઐતિહાસિક ઘટના ઘટી હતી.

નાસાના એપોલો 11 મિશનના ભાગ રૂપે જ્યારે મનુષ્ય પ્રથમ વખત ચંદ્ર પર ઉતર્યો ત્યારે તે દિવસની વર્ષગાંઠને ચિહ્નિત કરવા દર વર્ષે 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે. અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્ર પર એવા સ્થાન પર ઉતર્યા હતા કે જેને તેમણે પછી ટ્રાન્ક્વિલિટી બેઝ નામ આપ્યું હતું.

યુએનની જનરલ એસેમ્બલીએ 2021 માં “બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગોમાં આંતરરાષ્ટ્રીય સહકાર” પરના ઠરાવ 76/76માં તેને મનાવવા માટે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે જાહેર કર્યો હતો.

યુએનના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ચંદ્રની શોધખોળના પ્રયાસો મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે આકાર લેવાનું ચાલુ રાખતા હોવાથી, આ વૈશ્વિક ઉજવણી માત્ર ભૂતકાળની સફળતાના રીમાઇન્ડર તરીકે જ નહીં, પરંતુ ભવિષ્યના પ્રયત્નોની વાર્ષિક સાક્ષી તરીકે પણ કામ કરશે.”

આ પણ વાંચો – ચંદ્ર પર એવું તે શું છે કે બધાને ત્યાં જવું છે?

એપોલો 11 નો પ્રાથમિક ઉદ્દેશ્ય એકદમ સરળ હતો પરંતુ લગભગ અશક્ય હતો. 1961માં યુ.એસ.ના પ્રમુખ જ્હોન એફ કેનેડી દ્વારા નક્કી કરાયેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે મનુષ્યને ચંદ્ર પર ઉતારીને અને તેમને પૃથ્વી પર પાછા લાવીને આ મૂન મિશન સફળ રહ્યું હતું.

નાસા એ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીના મૂન મિશનના લક્ષ્ય પર કામ હાથ ધર્યું અને આઠ વર્ષમાં પાર પાડ્યું. એપોલો 11 મિશન નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને બઝ એલ્ડ્રિનને લઈને 16 જુલાઈ, 1969ના રોજ કેપ કેનાવેરલ (તે સમયે કેપ કેનેડી) થી શરૂ કરવામાં આવ્યું હતું.

ચંદ્ર પર સફળ રીતે ઉતરાણ કરાયું અને માનવ દ્વારા ચંદ્ર પર જવાની આ પ્રથમ ઘટના બની. ચાર દિવસ પછી ચંદ્ર પર આર્મસ્ટ્રોંગ દ્વારા ઉચ્ચારવામાં આવેલ આ શબ્દો “માણસ માટે એક નાનું પગલું, માનવજાત માટે એક વિશાળ કૂદકો.” જાણે ઐતિહાસિક બની ગયા.

મિશનના ઇગલ મોડ્યુલનો ઉપયોગ કરીને ઉતરાણ કર્યા પછી, આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિને ચંદ્રની સપાટી પર લગભગ 21 કલાક વિતાવ્યા, પૃથ્વી પર પાછા લાવવા માટે લગભગ 21.5 કિલોગ્રામ ચંદ્ર સામગ્રી એકત્રિત કરી અને ચંદ્ર પર સંશોધન કાર્યને એક નવો વેગ અને દિશા મળી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ