ફ્રાન્સમાં શા માટે હિંસા થઈ રહી છે? અત્યાર સુધી 900થી વધુની ધરપકડ, સમજો 10 પોઈન્ટમાં વિગતો

France riots violence : ફ્રાન્સમાં કેમ હિંસા ભડકી ઉઠી છે? લોકોને શું ગુસ્સો છે? હાલમાં કેવી સ્થિતિ છે? જોઈએ ફ્રાન્સ હિંસા અને રમખાણો પાછળનું કારણ?

France riots violence : ફ્રાન્સમાં કેમ હિંસા ભડકી ઉઠી છે? લોકોને શું ગુસ્સો છે? હાલમાં કેવી સ્થિતિ છે? જોઈએ ફ્રાન્સ હિંસા અને રમખાણો પાછળનું કારણ?

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
France violence reason

ફ્રાન્સમાં હિંસા થવા પાછળનું કારણ (ફોટો - Juan Medina)

France Riots : ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચોથા દિવસે પણ હિંસા ચાલુ છે. પ્રદર્શનકારીઓ દ્વારા કાર, ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી રહી છે. અનેક દુકાનો લૂંટાઈ છે. શનિવારે પરિવારના સભ્યો 17 વર્ષના નાહેલની દફનવિધિની તૈયારી કરી રહ્યા હતા. જેનું મંગળવારે પોલીસની ગોળી વાગતાં મોત થયું હતું. તો, પોલીસે અત્યાર સુધીમાં લગભગ 900 લોકોની ધરપકડ કરી છે. સરકારે કહ્યું છે કે, કડક સુરક્ષા પગલાંને કારણે હિંસામાં ઘટાડો થયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

Advertisment

1 - ફ્રાન્સમાં અલ્જિરિયાઈ મૂળના 17 વર્ષિય યુવકનું પોલીસ ગોળીબારમાં મોત થયું હતું. ત્યારબાદ પૂરા દેશમાં હિસા ભડકી ઉઠી છે. આ હિંસા હજુ પણ ચાલુ છે.

2 - હિંસા ભડકાવવાના મામલામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાને જોતા બ્રિટને તેના નાગરિકોને ફ્રાન્સ જવાની મનાઈ ફરમાવી છે.

3 - ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું કે, દેશમાં ચોથી રાત્રે હિંસામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

4 - હિંસા વચ્ચે ફ્રાન્સના ફૂટબોલ સ્ટાર કિલિયન બાપ્પેએ શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હિંસા દ્વારા કોઈ ઉકેલ શોધી શકાતો નથી. લોકોએ સાથે રહી મૃતકનો શોક કરવો જોઈએ, એકબીજા સાથે વાત કરી મામલાને ઉકેલવો જોઈએ.

5 - નેન્ટેરના મેયર જેરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગમ અને ગુસ્સાનું વાતાવરણ હતું. આજનો દિવસ ન્યાય માંગવાનો દિવસ છે. જેરીએ કહ્યું કે, આપણે ખૂબ જ મુશ્કેલ સમય જીવી રહ્યા છીએ. અમારે નાહેલની માતા સાથે રહેવું પડશે. તમને જણાવી દઈએ કે, જેરી ડાબેરી છે અને ફ્રાન્સની કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ સભ્ય છે.

6 - ગુરુવારે, 6,000 થી વધુ લોકોએ નાહેલની માતા દ્વારા બોલાવવામાં આવેલા નેન્ટેરમાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મંગળવારે, પોલીસે નાન્તેરેમાં એક 17 વર્ષીય યુવકને ટ્રાફિક ચેકપોઇન્ટ પર ન રોકાવા બદલ ગોળી મારી દીધી હતી.

7 - ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં છેલ્લી ચાર રાતમાં ભીષણ હિંસા થઈ છે. જેમાં અનેક કાર, દુકાનો અને ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ફ્રાન્સની સડકો પર 45 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઈપણ પ્રકારની હિંસા અટકાવી શકાય.

8 - યુવકને ગોળી મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે યુવકને ગોળી મારનાર પોલીસ અધિકારીએ પીડિત પરિવારની માફી માંગી છે, પરંતુ 17 વર્ષીય યુવકના મૃત્યુથી ફ્રેન્ચ ઉપનગરોમાં પોલીસિંગ અને વંશીય પ્રોફાઇલિંગ પર પ્રશ્નો ઉભા થયા છે.

9 - પોલીસ ગોળીબારમાં 17 વર્ષીય નાહેલનું મોત થયું હતું. તે તેની માતાનો એકમાત્ર સંતાન હતો. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને રગ્બી લીગનો ખેલાડી હતો. તેનો અભ્યાસ યોગ્ય રીતે થયો ન હતો. તે તેની માતા માનિયા સાથે રહેતો હતો. નાહેલનો કોઈ ગુનાહિત રેકોર્ડ પણ ન હતો.

10 - અહેવાલો સૂચવે છે કે, ગયા વર્ષે ટ્રાફિક સ્ટોપ પર પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. વર્ષ 2021માં ત્રણ અને 2019માં બે લોકોના મોત થયા હતા. સૌથી મોટી વાત એ છે કે, આ ગોળી કોના પર છોડવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના પીડિતો અશ્વેત હતા.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive વિશ્વ