84 વર્ષનો રેકોર્ડ તુટ્યો, 21 જુલાઇ રહ્યો દુનિયાનો સૌથી ગરમ દિવસ, ક્લાઇમેન્ટ ચેન્જને લઇને વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી ચિંતા

World hottest day : દક્ષિણ યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં હીટવેવ ચાલુ છે અને ગ્રીસ, કેનેડા અને અલ્જીરિયામાં જંગલોમાં લાગેલી આગ જેવી ગંભીર હવામાનની ઘટનાઓ બની છે

World hottest day : દક્ષિણ યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં હીટવેવ ચાલુ છે અને ગ્રીસ, કેનેડા અને અલ્જીરિયામાં જંગલોમાં લાગેલી આગ જેવી ગંભીર હવામાનની ઘટનાઓ બની છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World hottest day, hottest day

આ સદીનો સૌથી ગરમ દિવસ, એટલે કે 21 જુલાઈએ નોંધાયો હતો.(Express file photo)

World hottest day : આ સદીનો સૌથી ગરમ દિવસ, એટલે કે 21 જુલાઈ ત્રણ દિવસ પહેલા જ પસાર થઈ ગયો છે. તે 84 વર્ષમાં સૌથી ગરમ રવિવાર હતો. ગયા વર્ષે 6 જુલાઈએ પણ આવી ગરમીનો અનુભવ થયો હતો. હવે તમે વિચારતા હશો કે આપણને તો વધારે પરિવર્તન લાગ્યું નથી. પરંતુ આ માહિતી કોપરનિકલ ક્લાઇમેટ ચેન્જ (C3S) સર્વિસે જાહેર કરી છે. મીડિયા રિપોર્ટમાં લખવામાં આવ્યું કે રવિવારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.09 ડિગ્રી સેલ્સિયસ હતું.

Advertisment

અમેરિકામાં હીટવેવ, જંગલોમાં આગ

ગરમીથી સંબંધિત આ ન્યૂઝ માત્ર સમાચાર નથી પરંતુ જળવાયુ પરિવર્તનની વધતી અસરને દર્શાવે છે. આ નવો રેકોર્ડ 84 વર્ષમાં અત્યાર સુધીનો દરેક રેકોર્ડ તોડી ચૂક્યો છે. આ પછી જુલાઈ મહિનામાં વિશ્વના અનેક વિસ્તારોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે, જેના કારણે તે રેકોર્ડબ્રેક દિવસ બની ગયો છે.

દક્ષિણ યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં હીટવેવ ચાલુ છે અને ગ્રીસ, કેનેડા અને અલ્જીરિયામાં જંગલોમાં લાગેલી આગ જેવી ગંભીર હવામાનની ઘટનાઓ બની છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

જળવાયુ પરિવર્તનને ઓછું કરવાની જરૂર છે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે જળવાયુ પરિવર્તનને ઓછું કરવાની જરૂર છે. એન્ટોનિયો ગુટેરેસે બદલાતા હવામાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વધતી જતી ગરમીના કારણે દુનિયાભરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે.

Advertisment

આ પણ વાચો - કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો, 18 ના મોત

જુલાઈ 2023 પહેલા, ઓગસ્ટ 2016માં પૃથ્વીનું દૈનિક સરેરાશ તાપમાન રેકોર્ડ 16.8 ડિગ્રી સેલ્સિયસ હતું. જોકે 3 જુલાઈ 2023થી 57 દિવસ એવા છે જ્યારે તાપમાન અગાઉના રેકોર્ડ કરતા વધારે રહ્યું છે.

વિશ્લેષણ દર્શાવે છે કે 2023 અને 2024માં વાર્ષિક મહત્તમ દૈનિક વૈશ્વિક તાપમાન પાછલા વર્ષોની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે છે. 2015થી 2024 સુધીના 10 વર્ષ ઉચ્ચતમ દૈનિક એવરેજ તાપમાનવાળા છે.

વિશ્વ