વર્ષ 2025 માં Google પર સૌથી વધુ સર્ચ થયા આ સેલિબ્રિટીઓ, સૈયારાનો હીરો બીજા ક્રમે, આ સ્ટાર નંબર-1
December 04, 2025 23:01 IST
અનિત પડ્ડા (Aneet Padda) ભારતીય અભિનેત્રી છે. તેણીએ સૈયારા (Saiyaara) ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક લવ સ્ટોરી સૈયારા તેણીની પહેલી ફિલ્મ છે અને જે બોક્સ ઓફિસ પર સફળ રહી છે. તેણીએ સલામ વેંકી (2022) નાટક સાથે અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી. અમેઝોન પ્રાઇમ વિડીયો વેબ સિરીઝ બિગ ગર્લ્સ ક્રાય (2024) માં તેણી મુખ્ય રોલમાં હતી.