Ganesh Visarjan 2025: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 5 શુભ મુહૂર્ત, સાચી વિધિથી આપો ગણપતિ બાપ્પાને વિદાય
September 05, 2025 16:37 IST
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી જેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણપતિ દાદાનું વિશેષ મહત્વ છે. સમૃધ્ધિ અને જ્ઞાન ના દેવતા, હાથીનું માથું ધરાવતા ભગવાન ગણેશજીના જન્મનો 10 દિવસીય આ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા માસમાં સુદ ચોથ ના દિવસે ગજાનન ભગવાન શ્રી ગણેશનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાય છે. બાળ ગણેશ સ્થાપન સાથે એકી સંખ્યાના દિવસો સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને અગલે બરસ તૂ જલ્દી આના... ભાવ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી વ્યક્તિગત રીતે અને જાહેર પંડાલમાં ઉત્સાહભેર ઉજવાય છે.