Gujarat Titans (ગુજરાત ટાઇટન્સ) : ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સિઝનમાં જ કમાલનું પ્રદર્શન કરતા ચેમ્પિયન બની હતી. ત્રીજી સિઝનમાં આ પ્રદર્શન જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. જોકે આ વખતે ગુજરાત ટાઇટન્સ પાસે કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નથી. ટીમનું સુકાન યુવા ખેલાડી શુભમન ગિલ પાસે છે. ટીમ પાસે ડેવિડ મિલર, શુભમન ગિલ, રાશિદ ખાન જેવા સ્ટાર પ્લેયર્સ છે.