Today News: અંકલેશ્વર GIDCમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે
September 14, 2025 09:39 IST
સૂર્ય ગ્રહણ ( Solar Eclipse ) એ પ્રાકૃતિક અને અદ્ભૂત ખગોળીય ઘટના છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતો અવરોધાય એ ઘટના સૂર્ય ગ્રહણ સર્જે છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવતાં આ ઘટના બને છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે બનતી ઘટના છે. સૂર્યગ્રહણ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. 1. પૂર્ણ સૂર્યગ્રહણ અને 2. આંશિક સૂર્યગ્રહણ. પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય કેટલાક સમય માટે સંપૂર્ણ દેખાતો બંધ થાય છે જ્યારે આંશિક સૂર્યગ્રહણમાં સૂર્યનો કેટલોક ભાગ દેખાતો નથી.