/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-death-2026-01-28-11-03-37.jpg)
Ajit Pawar Net Worth : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. Photograph: (@AjitPawarSpeaks)
Ajit Pawar Maharastra Dy CM: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ અજિત પાવર એક કાર્યક્રમ માટે બારામતી પહોંચ્યા હતા પરંતુ લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે બુધવાર, 28 જાન્યુઆરી, 2026 ના રોજ અજિત પવાર દ્વારા બારામતીમાં ચાર બેઠકો યોજવાની હતી.
દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા અજિત પવાર સૌથી વધુ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ પર રહી ચૂકેલ અજિત પવાર મહારાષ્ટ્ર રાજનીતિમાં ભારે પકડ ધરાવતા હતા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crashes-2026-01-28-09-56-19.jpg)
અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય 5 લોકોના બુધવારે સવારે પુણે જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે અજિત પવારનું વિમાન પુણેના બારામતી વિસ્તારમાં ઉતરી રહ્યું હતું.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ની પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં સવાર કોઈ બચી શક્યું નથી. એનસીપી પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રેલીઓને સંબોધવા માટે બારામતી જવાના હતા. ચાલો અજિત પવારની રાજકીય સફર પર એક નજર કરીએ.
5 વખત નાયબ મુખ્યમંત્રી બન્યા
મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અજિત પવારને છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરા ગામમાં થયો હતો.
તેમણે પ્રારંભિક શિક્ષણ દેઓલી થી કર્યું હતું અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડમાં પૂર્ણ કર્યું હતું. તેમનું શિક્ષણ માત્ર માધ્યમિક સ્તર સુધી જ રહ્યું હતું. તેમના પિતાના અવસાન પછી, તેમના અભ્યાર પર અસર થઇ હતી.
આ પણ વાંચો | મહારાષ્ટ્રના Dy CM અજિત પવારનું બારામતીમાં વિમાન ક્રેશ, વિમાનમાં સવાર તમામના મોત
અજિત પવાર એનસીપી પ્રમુખ શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર હતા. તેમના પિતા વી.શાંતારામ મુંબઈના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. અજિત પવારે તેમના કાકા શરદ પવારના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ લોકો અને સમર્થકોમાં 'દાદા' તરીકે જાણીતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us