GST Collection October 2024: સરકારી તિજોરીમાં GSTથી ગયા મહિને (ઑક્ટોબર 2024) માત્ર રૂ. 1.87 લાખ કરોડ આવ્યા છે. ઑક્ટોબર 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GSTનું કુલ રેવન્યુ કલેક્શન 8.9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડ થયું હતું. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સરકારે GST તરીકે કુલ 1.72 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. નાણા મંત્રાલયે શુક્રવારે જીએસટી કલેક્શનના તાજેતરના આંકડા શેર કર્યા છે.
ડોમેસ્ટિક ટ્રાંઝેક્શનથી વધુ આવકને કારણે કલેક્શન વધ્યું
GST કલેક્શનમાં આ વધારો ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનથી વધુ આવકને કારણે થયો છે. શુક્રવારે જાહેર કરાયેલા અધિકૃત ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 33,821 કરોડ, સ્ટેટ જીએસટી કલેક્શન રૂ. 41,864 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. 99,111 કરોડ અને સેસ રૂ. 12,550 કરોડ રૂપિયા રહ્યું છે.
આ પણ વાંચો: અનંત અબાંણીના વંતારામાં ત્રણ હાથીઓને મળશે નવું જીવન! કાર્ગો એરક્રાફ્ચથી પહોંચ્યા જામનગર
સ્થાનિક વ્યવહારોથી જીએસટી કલેક્શનમાં 10.6 ટકાનો વધારો થયો
ઓક્ટોબર 2024માં GSTની કુલ આવક 8.9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં એટલે કે ઓક્ટોબર 2023માં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. ડેટા દર્શાવે છે કે ઘરેલુ વ્યવહારોમાંથી જીએસટી કલેક્શન 10.6 ટકા વધીને રૂ. 1.42 લાખ કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન ઓક્ટોબર, 2024 દરમિયાન આયાત પરનો ટેક્સ લગભગ ચાર ટકા વધીને રૂ. 45,096 કરોડ થયો હતો.
ગયા ઓક્ટોબરની સરખામણીએ આ વખતે 18.2 ટકા વધુ રિફંડ આપવામાં આવ્યું છે
ઓક્ટોબર 2024માં કુલ રૂ. 19,306 કરોડનું રિફંડ પણ જારી કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષના ઓક્ટોબર મહિના કરતાં 18.2 ટકા વધુ છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા પછી નેટ GST કલેક્શન આઠ ટકા વધીને રૂ. 1.68 લાખ કરોડથી વધુ થયું છે. તમને જણાવી દઈએ કે GST સંબંધિત આ આંકડા દેશના રાજકોષીય સ્વાસ્થ્ય અને આર્થિક સુધારા માટે થઈ રહેલા પ્રયાસો માટે સારા સંકેત છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સુગમતા દર્શાવે છે.





