scorecardresearch

‘ID પ્રૂફ વગર ના બદલવામાં આવે ₹2000ની નોટો’, RBI-SBI વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ

2000 Currency Note: 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) અને એસબીઆઈ (SBI) ની જાહેરાત બાદ, આ નિર્ણયમાં ખામી હોવાની વાત કરી અશ્વનિ ઉપાધ્યાયે (Ashwini Kumar Upadhyay) દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિત (PIL in Delhi HC) ની અરજી કરી છે.

2000 Currency Note
2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મામલો

2000 Currency Note: ભારતીય રિઝર્વ બેંકે (RBI) શુક્રવારે ચલણમાંથી બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. મંગળવાર (23 મે)થી નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. આ દરમિયાન ભાજપના નેતા અને એડવોકેટ અશ્વની ઉપાધ્યાય 2000 રૂપિયાની નોટ બદલવાના નિર્ણયને લઈને હાઈકોર્ટમાં પહોંચ્યા છે. આ અંગે અશ્વની ઉપાધ્યાયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના 2000ની નોટ જમા કરવાનો અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.’

પિટિશનમાં કરવામાં આવેલી આ માંગણીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરાવવી જોઈએ. આ સાથે, કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરી શકશે નહીં. આનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.

આ પદ્ધતિ અપનાવવાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારો દૂર કરવામાં મદદ મળશે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. અરજીમાં આ અંગે સરકાર અને આરબીઆઈને જરૂરી સૂચનાઓ આપવા વિનંતી કરવામાં આવી છે.

મંગળવારથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે

RBI દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી બે હજાર રૂપિયાની નોટોને બદલવાની પ્રક્રિયા મંગળવાર (23 મે, 2023)થી શરૂ થઈ રહી છે. સંબંધિત વ્યક્તિ કોઈપણ બેંક શાખામાં જઈને બે હજાર રૂપિયાની નોટ સરળતાથી બદલી શકે છે. આ માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. તેમજ તમારી પાસેથી કોઈપણ પ્રકારનું ઓળખ પત્ર માંગવામાં આવશે નહીં. કોઈપણ વ્યક્તિ એક સમયે બે હજાર રૂપિયાની 10 નોટ બદલી શકે છે. 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે.

નોટ બદલવા માટે કોઈ આઈડી પ્રૂફની જરૂર નથી

આવા કેટલાક દાવા સોશિયલ પ્લેટફોર્મ પર પણ કરવામાં આવી રહ્યા હતા કે, નોટબંધી કરાયેલ નોટો બદલવા માટે બેંકોમાં આઈડી પ્રૂફની જરૂર પડશે. આવા અહેવાલો પર, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ તેની તમામ શાખાઓને જાણ કરી છે કે, આરબીઆઈ દ્વારા ગયા શુક્રવારે તાત્કાલિક અસરથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000ની નોટોને બદલવા માટે કોઈ ફોર્મ અને કોઈ આઈડી પ્રૂફની જરૂર નથી. બેંક દ્વારા 20 મેના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, દરેકને બે હજારની નોટના બદલામાં અન્ય મૂલ્યની નોટો બદલવાની પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચોહવે તમારી પાસે રહેલી 2000 રૂપિયાની નોટોનું શું થશે? તમારા બધા જ પ્રશ્નોના જવાબો જાણો

2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે

આરબીઆઈએ FAQ જારી કર્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, 2000ની નોટોને ચલણમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા 23 મે, 2023થી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. જો તમારી પાસે બે હજારની નોટ છે, તો ગભરાવાની જરૂર નથી. તમે તેમને સરળતાથી બદલી શકો છો. આ માટે તમે તમારી નજીકની બેંકની કોઈપણ શાખામાં જઈ શકો છો.

Web Title: 2000 currency note petition filed delhi high court rbi sbi rs 2000 notes without id proof

Best of Express