scorecardresearch

અદાણી ગ્રૂપ ₹ 1040 કરોડના બોન્ડ બાયબેક કરશે, ગૌતમ અદાણી-હિંડનબર્ગ વિવાદ બાદ પહેલું બાયબેક

Adani group apsez bond buyback : હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની લિસ્ટેડ કંપનીઓ પર ગેરરીતિ અને કૌભાંડનો આક્ષેપ કર્યા બાદ અદાણી ગ્રૂપની માર્કેટવેલ્યૂમાં અધધધ… 114 અબજ ડોલરનું ધોવાણ થયુ હતુ.

adani group
તાજેતરમાં અદાણી પોર્ટ્સે સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું કે, તેણે આઉટસ્ટેન્ડિંગ ડેટ માટે 130 મિલિયન ડોલર સુધીનું બાયબેક ટેન્ડર ઇશ્યૂ કર્યું છે.

ગૌતમ અદાણીના માલિકીના અદાણી સમૂહની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ સોમવારે ડેટ બાયબેક પ્રોગ્રામની શરૂઆત કરી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના સનસનાટીભર્યા રિપોર્ટ બાદ અદાણી ગ્રુપે પ્રથમ વખત ડેટ બાયબેક શરૂ કર્યું છે. શેર બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, અદાણી પોર્ટ સેઝ કંપનીએ તેના જુલાઈ 2024ના 13 કરોડ ડોલર એટલે કે 1040 કરોડ રૂપિયા સુધીના બોન્ડના બાયબેક માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે. કંપની આગામી 4 ક્વાર્ટરમાં આટલી જ રકમની વધુ બાયબેક કરશે.

નોંધનીય છે કે, 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે તેના એક રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ દ્વારા કૌભાંડ અને શેરની કિંમતોમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ શેર બજારમાં લિસ્ટેડ અદાણી ગ્રપની કંપનીઓના શેરમાં 80 ટકા સુધીનો કડાકો બોલાયો અને માર્કેટ વેલ્યૂમાં 114 અબજ ડોલરનું જંગી નુકસાન થયુ હતુ. જો કે અદાણી ગ્રૂપે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા.

બોન્ડ્સ 2024માં પરિપક્વ થશે

અદાણી પોર્ટ્સ અને સેઝ કંપનીએ જુલાઈ 2024 માટેના 13 કરોડ ડોલરના બોન્ડ બાયબેક ખરીદવા માટે ટેન્ડર ઇશ્યૂ કર્યું છે, જે આગામી 4 ક્વાર્ટરમાં પણ સમાન રકમમાં થશે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેના 3.375 ટકા ડોલર-ડિનોમિનેટેડ બોન્ડ્સ માટે બાયબેક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે 2024 માં મેચ્યોર છે.

બોન્ડ બાયબેકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેન્ડર ઓફરનો હેતુ આંશિક રીતે કંપનીના ટૂંકા ગાળાના દેવાની પાકતી મુદતની પૂર્વ ચુકવણી કરવાનો છે અને તરલતાને આરામદાયક સ્થિતિમાં જાળવી રાખવાનો છે, આમ કરીને કંપની રોકાણકારોનો વિશ્વાસ ટકાવી રાખવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે, કંપની ટેન્ડર ઓફર દ્વારા ખરીદેલી નોટો તેના કેશ રિઝર્વમાંથી ચૂકવવા જઈ રહી છે. આમાં, 1000 યુએસ ડોલરની મૂળ રકમ માટે કુલ યીલ્ડ 970 ડોલર હશે.

ઈકોનોમિક ટાઈમ્સે સૌપ્રથમ સોમવારે અહેવાલ આપ્યો હતો કે અદાણી ગ્રૂપ વિવિધ ગ્રૂપ કંપનીઓના ફોરેન કરન્સી બોન્ડ બાયબેક કરવાની યોજના ધરાવે છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, બાયબેકની શરૂઆત અદાણી ગ્રૂપની પોર્ટ-સેઝ કંપનીથી થશે. આ ગ્રૂપ સંભવતઃ ચાલુ ક્વાર્ટરમાં 25-30 કરોડ ડોલરના પ્રથમ તબક્કાથી શરૂઆત કરશે અને આગામી ક્વાર્ટરમાં બાકીના બોન્ડ બાયબેક કરવાનું વિચારશે. અલબત્ત અદાણી ગ્રૂપે ETના અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો- અદાણી ગ્રૂપ દેવાના ડુંગર તળે, વર્ષમાં કમરતોડ 21 ટકાનો વધારો, વૈશ્વિક બેંકોના પણ બાકી લેણાં વધ્યા

અદાણી ગ્રપના સ્ટોક અને બોન્ડમાં તાજેતરમાં થોડીક રિકવરી જોવા મળી છે, જે કંપની દ્વારા દેવાની પરત ચૂકવણી અને
ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ તરફથી 1.9 અબજ ડોલરની ઇન્વેસ્ટમેન્ટ ડીલને આભારી છે.

આ બોન્ડ બાયબેકને કોણ મેનેજ કરશે

કંપનીએ આ બોન્ડ બાયબેક ઓફર માટે ડીલ મેનેજર તરીકે બાર્કલેઝ બેંક, ડીબીએસ બેંક, અમીરાત એનબીડી બેંક પીજેએસસી, ફર્સ્ટ અબુ ધાબી બેંક, પીજેએસસી, એફયુએફજી સિક્યોરિટીઝ એશિયા સિંગાપોર બ્રાન્ચ, એસએમબીસી નિક્કો સિક્યોરિટીઝ (હોંગકોંગ) અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની નિમણૂક કરી છે.

Web Title: Adani group apsez bond buyback first since gautam adani hindenburg report row

Best of Express