અદાણી હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સેબીનું એફિડેવિટ, કહ્યું – ‘2016થી અદાણી ગ્રૂપની તપાસ થઇ રહી છે તે વાત પાયાવિહોણી છે’

Adani hindenburg sebi supreme court : અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદની તપાસ કરવા માટે સેબીએ સુપ્રીમ કોર્ટમાં વધુ છ મહિનાનો સમય માંગ્યો.

Written by Ajay Saroya
May 15, 2023 19:39 IST
અદાણી હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સેબીનું એફિડેવિટ, કહ્યું – ‘2016થી અદાણી ગ્રૂપની તપાસ થઇ રહી છે તે વાત પાયાવિહોણી છે’
અદાણી ગ્રૂપ પર યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સ્ટોક મેનીપ્યુલેશન અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઇ છે. આ કેસની સુનાવણી દરમિયાન ભારતીય શેરબજાર નિયામક સેબીએ એફિડેવિટ રજૂ કરતા સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે, ‘સેબી દ્વાર વર્ષ 2016થી અદાણી ગ્રૂપની તપાસ કરવાના આરોપ હકીકતમાં પાયાવિહોણા છે ‘. સેબીએ આ મામલે સમય પહેલા અને ખોટું તારણ કાઢવાની સામે નારાજગી વ્યક્ત કરી છે.

સેબીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલા એફિડેવિટમાં કહ્યું કે, તેણે 51 કંપનીઓના ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (GDR) ઇશ્યૂ કરવાની તપાસ કરી હતી અને તેમાં અદાણી ગ્રૂપની એક પણ લિસ્ટેડ કંપની હતી.

સેબીએ આ સોગંદાનામું એ અપીલના પ્રત્યુત્તરમાં દાખલ કર્યુ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે SEBI વર્ષ 2016થી જ અદાણી ગ્રૂપની તપાસ કરી રહી છે, આથી નિયામકને આ મામલે તપાસ કરવા માટે વધુ છ મહિનાની મુદ્દત આપવી જોઇએ નહીં.

SEBIનું એફિડેવિટમાં શું કહ્યું

  • સેબી દ્વારા અગાઉની તપાસ લિસ્ટેડ 51 ભારતીય કંપનીઓ દ્વારા ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (જીડીઆર) ઇશ્યૂ કરવા સંબંધિત છે, જેના સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • તપાસના દાયરામાં આવેલી આ 51 કંપનીઓમાં અદાણી ગ્રૂપની એક લિસ્ટેડ કંપની ન હતી.
  • સેબી 2016થી અદાણીની તપાસ કરી રહી છે તે વાત પાયાવિહોણી
  • શેર બજારના લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ધોરણોની ચકાસણીના સંદર્ભમાં સેબીએ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન (આઇઓએસસીઓ) સાથે બહુપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) હેઠળ 11 વિદેશી નિયમનકારોનો સંપર્ક કર્યો છે.
  • આ નિયમનકારોને માહિતી આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
  • વિદેશી નિયમનકારોને પ્રથમ વિનંતી 6 ઓક્ટોબર, 2020ના રોજ કરવામાં આવી હતી
  • હિંડનબર્ગ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 ટ્રાન્ઝેક્શન સંબંધિત તપાસના સંદર્ભમાં તેણે પ્રથમ દૃષ્ટિએ નોંધ્યું છે કે આ ટ્રાન્ઝેક્સન અત્યંત જટિલ છે અને તેમાં સંખ્યાબંધ સબ-ટ્રાન્ઝેક્શન્સો થયા છે.
  • આ ટ્રાન્ઝેક્શનની કડક અને ઝીણવટ ચકાસણી માટે ડેટા/માહિતીનું મેચિંગ જરૂરી છે.
  • અનેક સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બેંકોના બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શનમાં સામેલ ઓન-શોર અને ઓફ-શોર એન્ટિટીના નાણાંકીય દસ્તાવેજો અને એન્ટિટી વચ્ચેના કરારો અને કરારો, જો કોઈ હોય તો, અન્ય સહાયક દસ્તાવેજો સહિત વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી
  • ત્યારબાદ, નિર્ણાયક નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વિવિધ સ્રોતોમાંથી મેળવેલ દસ્તાવેજોનું વિશ્લેષણ કરવું પડશે.

આ પણ વાંચોઃ અદાણી એન્ટરપ્રાઇસ અને અદાણી ટ્રાન્સમિશન QIP મારફતે 21,000 કરોડ એક્ત્ર કરશે

સેબીએ અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ માટે કેમ વધુ સમય માંગ્યો

સેબીએ કહ્યુ કે, બજાર નિયામક દ્વારા અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે વધારે છ મહિનાનો સમયની માંગણી કરવાન ઉદ્દેશ્ય રોકાણકારો અને સિક્યોરિટી માર્કેટના હિતોને ધ્યાનમાં રાખી ન્યાયની ખાતરી કરવાનો છે, કારણ કે રેકોર્ડ પર પૂર્ણ તથ્યોની સામગ્રી વગર આ કેસમાં કોઇ પણ ખોટું કે વહેલું તારણ ન્યાયના ઉદ્દેશ્યને પૂર્ણ કરતું નથી, તે કાયદાની રીતે મજબૂત હશે નહીં.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહી વાંચી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ