અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ રિપોર્ટના વિવાદમાં તપાસ માટે સેબીએ વધુ છ મહિનાની મુદ્દત માંગી છે. બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એયુએસ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ સામે છેતરપિંડી અને સ્ટોક મેનીપ્યુલેશન “મામલાની જટિલતા” અને “ન્યાયના હિત”ને ટાંકીને શનિવારના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે “ઓછામાં ઓછા” વધુ છ મહિના મુદ્દતમાંગ કરી છે.
કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં, સેબીએ જણાવ્યું હતું કે “કંપનીઓ દ્વારા કરવામાં આવેલ સબમિશનની ચકાસણી સહિત વિગતવાર વિશ્લેષણ સાથે વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા/માહિતીના સંકલનમાં પ્રથમ દ્રષ્ટિએ 12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત તપાસ/ચકાસણીના સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ જોવા મળ્યું કે આ ટ્રાન્ઝેક્સન્સ જટિલ છે અને તેમાં ઘણા સબ ટ્રાન્ઝેક્શન્સ છે અને આ ટ્રાન્ઝેક્સન્શની ઉડી તપાસની જરૂર પડશે.”
સેબીએ અરજીમાં ઉમેર્યું હતું કે “12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં નાણાકીય બાબતોની ખોટી રજૂઆત, નિયમનો સાથે બાંધછોડ અને/અથવા છેતરપીંડિ યુક્ત ટ્રાન્ઝેક્શન્સની પ્રકૃતિને લગતા સંભવિત ઉલ્લંઘનોની ખાતરી કરવા માટે … મામલાની જટિલતાને જોતાં, સેબીને સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન્સની તપાસ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ છ મહિનામાં તે નિષ્કર્ષ પર લાવવાના તમામ વાજબી પ્રયાસો કરી રહ્યા છીએ”.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે 2 માર્ચે તેના આદેશ અદાણી- હિંડનબર્ગ વિવાદની તપાસી બે મહિનામાં રજૂ કરીને તપાસ રિપોર્ટ રજૂ કરવા સેબીને આદેશ આપ્યો હતો. ઉપરાંત સુપ્રીમ કોરટે અલગથી “અદાણી ગ્રૂપ અથવા અન્ય કંપનીઓના સંબંધમાં સિક્યોરિટીઝ માર્કેટને લગતા કાયદાઓનું કથિત ઉલ્લંઘન થયુ છે કે કેમ તેની તપાસ કરવા માટે” છ સભ્યોની નિષ્ણાત સમિતિની પણ રચના કરી હતી અને તેને બે મહિનામાં સીલબંધ કવરમાં રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો હતો.
અદાણી-હિંડનબર્ગનો વિવાદ શું છે?
24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓ પર નાણાંકીય કૌભાંડ અને કંપનીઓના શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી શરૂ થતા ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ધોવાણ થયુ. અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપમાં સંયુક્ત રીતે 110 અબજ ડોલરથી પણ વધારે ધોવાણ થતા ગૌતમ અદાણી વિશ્વના ધનિકો યાદીમાં નંબર-3થી સતત ઘટીને નંબર-30માંથી પણ બહાર ફેંકાઇ ગયા હતા.
આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો