અદાણી ગ્રૂપ તરફથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ કંપનીએ (APSEZ) ગુરુવારે જણાવ્યું કે, મ્યાનમાર પોર્ટ્સ 3 કરોડ ડોલરમાં વેચવામાં આવ્યો છે. APSEZ ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર છે અને ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપની છે.
મે 2022 માં APSEZ કંપનીએ તેના મ્યાનમાર પોર્ટના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવાની ઘોષણા કરી હતી. SPA પાસે પ્રોજેક્ટની પૂર્ણતા અને ખરીદદાર દ્વારા વ્યવસાયના સરળ સંચાલન માટે સંબંધિત મંજૂરીઓ સહિતની કેટલીક શરત પૂર્વધારણાઓ (CPs) હતી.
APSEZએ એક શેર બજારને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મંજૂરીની પ્રક્રિયામાં સતત વિલંબ અને અમુક CPsને મળવાના પડકારોને જોતાં, APSEZ એ “જેમ છે તેમ” આધારે સ્વતંત્ર મૂલ્યાંકન મેળવ્યું છે. આ રીતે ખરીદનાર અને વિક્રેતાએ USD 3 કરોડ ડોલરમાં વેચાણની વિચારણા પર પુનઃ વાટાઘાટો કરી છે.
નિવેદન અનુસાર, ખરીદનાર વિક્રેતા દ્વારા તમામ જરૂરી અનુપાલન પૂર્ણ કર્યા પછી કામકાજના 3 દિવસોમાં વિક્રેતાને ઉપરોક્ત રકમ મળશે.
નિર્ધારિત કુલ ટ્રાન્ઝેક્શનની રકમ પ્રાપ્ત થયા બાદ APSEZ ખરીદનારને મ્યાનમાર પોર્ટ ઇક્વિટી ટ્રાન્સફર કરશે અને બહાર નીકળશે.
APSEZના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “આ એક્ઝિટ ઑક્ટોબર 2021માં રિસ્ક કમિટી દ્વારા કરાયેલી ભલામણોના આધારે APSEZ બોર્ડ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને અનુરૂપ છે.
APSEZના ચીફ એક્ઝિક્યુટિવ કરણ અદાણીએ જુલાઈ 2019માં મ્યાનમારના આર્મી ચીફ સિનિયર જનરલ મિન આંગ હલાઈંગને મળ્યા હતા, જેમણે ચૂંટાયેલી સરકાર સામે બળવો કર્યો હતો તે પછી આ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો હતો.
ઓગસ્ટ 2021માં APSEZ એ કહ્યું હતું કે, મ્યાનમારના પોર્ટમાં તેમનું રોકાણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઓફ ફોરેન એસેટ કંટ્રોલ (OFAC) દ્વારા જારી કરાયેલ કોઈપણ મંજૂરી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતું નથી.
મ્યાનમાર પોર્ટ વેચવાના અહેવાલ બાદ ગુરુવારે બીએસઇ ખાતે અદાણી પોર્ટ-સેઝનો શેર દોઢ ટકા તૂટીને 680 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.