ખેડૂતો માટે AI ક્રાંતિ : Bharat-VISTAAR મંગળવારે થશે લોન્ચ, પોતાની ભાષામાં મળશે બધી જાણકારી

AI powered Bharat VISTAAR : Bharat VISTAAR AI સંચાલિત બહુભાષી સાધન છે જે ખેડૂતોને મોબાઈલ અથવા સરળ ફોન કોલ દ્વારા તેમની પોતાની ભાષામાં માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે

AI powered Bharat VISTAAR : Bharat VISTAAR AI સંચાલિત બહુભાષી સાધન છે જે ખેડૂતોને મોબાઈલ અથવા સરળ ફોન કોલ દ્વારા તેમની પોતાની ભાષામાં માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે

author-image
Ashish Goyal
New Update
AI powered Bharat VISTAAR

ભારત-વિસ્તાર બે રીતથી 'ડિજિટલ એગ્રીકલ્ચર એક્સપર્ટ' તરીકે 24 કલાક ઉપલબ્ધ રહેશે Photograph: (Image generated by AI)

AI powered Bharat VISTAAR  : ભારત મંગળવારે (17 ફેબ્રુઆરી) કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ભારત-વિસ્તાર (વર્ચ્યુઅલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટૂ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સેજ) લોન્ચ કરશે. આ AI સંચાલિત બહુભાષી સાધન છે જે ખેડૂતોને મોબાઈલ અથવા સરળ ફોન કોલ દ્વારા તેમની પોતાની ભાષામાં માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

Advertisment

આ ટૂલ ફસલનું પ્લાનિંગ, પદ્ધતિઓ અને જંતુઓના પેકેજ, હવામાનની આગાહી, બજાર, યોજનાની માહિતી, પાત્રતા, અરજી અને ફરિયાદ અંગે માર્ગદર્શન આપશે. ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુરમાં ભારત વિસ્તાર લોન્ચ કરશે.

 24 કલાક ઉપલબ્ધ રહેશે

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત-વિસ્તાર બે રીતથી 'ડિજિટલ એગ્રીકલ્ચર એક્સપર્ટ' તરીકે 24 કલાક ઉપલબ્ધ રહેશે અને ભારત-વિસ્તારની અંદર વાત કરનાર એઆઈ સહાયકનું નામ ભારતી છે. ખેડૂતો 155261 પર ડાયલ કરીને તેને એક્સેસ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-વિસ્તારના લોન્ચ થયા પછી, ખેડૂતો પીએમ-કિસાન, પીએમ ફસલ બીમા યોજના (પીએમએફબીવાય), સોઇલ હેલ્થ કાર્ડ (એસએચસી), મોડિફાઇડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન, પર ડ્રોપ મોર ક્રોપ, પીએમ કૃષિ સિંચાઈ યોજના, પીએમ અન્નદાતા આવક સુરક્ષા અભિયાન, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત 10 મુખ્ય કેન્દ્રીય યોજનાઓ વિશે માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત તેઓ હવામાન અને જંતુઓ પર એલર્ટ મેળવી શકે છે.

Advertisment

નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં ભારત વિસ્તારની જાહેરાત કરી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2026-27માં ભારત વિસ્તારની જાહેરાત કરી હતી. 1 ફેબ્રુઆરી 2026 ના રોજ પોતાનું સતત નવમું બજેટ રજૂ કરતા સીતારમણે જાહેરાત કરી હતી કે હું ભારત-વિસ્તરા લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂકું છું, જે એક બહુભાષી એઆઈ ટૂલ છે જે આઇસીએઆર પેકેજને એગ્રીસ્ટેક પોર્ટલ અને કૃષિ પદ્ધતિઓ પર એઆઈ સિસ્ટમ્સ સાથે એકીકૃત કરશે. આનાથી ખેતીની ઉત્પાદકતામાં વધારો થશે, ખેડૂતોને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ મળશે અને કસ્ટમાઇઝ્ડ સલાહકાર સહાય પૂરી પાડીને જોખમ ઘટાડશે.  મંત્રીએ આગામી નાણાકીય વર્ષ (2026-27) માટે ભારત વિસ્તાર માટે 150 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો - શું AI ને કારણે IT અને BPO સેવાઓ બંધ થઇ જશે? Tech એક્સપર્ટ વિનોદ ખોસલા શું કહી રહ્યા છે? જાણો

પ્રથમ વર્ઝન હિન્દી અને અંગ્રેજીમાં લોન્ચ કરવામાં આવશે

એક સૂત્રએ કહ્યું કે ભારત વિસ્તાર ખેડૂતોને પોતાની ભાષામાં પાકનું આયોજન, પદ્ધતિઓ અને જંતુઓના પેકેજ, હવામાનની આગાહી, બજાર અને યોજનાની માહિતી, પાત્રતા, અરજી અને ફરિયાદ નિવારણ વિશે માહિતી આપશે. ભારત વિસ્તારનું પ્રથમ વર્ઝન હિન્દી અને અંગ્રેજીમાં લોન્ચ કરવામાં આવશે અને ધીમે ધીમે પ્રાદેશિક ભાષાઓમાં જવાબ આપવા લાયક બની જશે.

સૂત્રએ જણાવ્યું હતું કે ભારત વિસ્તાર ફક્ત એક એપ્લિકેશન નથી, પરંતુ એક રાષ્ટ્રીય ડિજિટલ બેકબોન છે જે સેન્ટ્રલ અને સ્ટેટ સિસ્ટમને જોડે છે અને સાથે સ્ટેટની સ્વાયત્તતા જાળવી રાખે છે. તે બિન-નફાકારક સંસ્થાઓ, એઆઈ સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી ફર્મ અને એઆઈ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સાથે મળીને કામ કરશે. તે ઈન્ડિયા એઆઈ મિશન અને ભાષિની સહિત રાષ્ટ્રીય એઆઈ ઇકોસિસ્ટમનો ફાયદો ઉઠાવે છે. 

ટેકનોલોજી AI બિઝનેસ